@ Post ~ Laganini Aksharyatra Gujarati Book by Shilpa Desai
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી,  ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત
Currency

@ પોસ્ટ ~ લાગણીની અક્ષરયાત્રા

લેખક : શિલ્પા દેસાઈ


@ Post ~ Laganini Aksharyatra

Author : Shilpa Desai

Original Price: 175.00
Discount: 15%
Price: 149.00
FREE Shipping in Gujarat on orders over 699/-.

Free shippingFREE Shipping in Gujarat on orders over 699/-.


Cash On DeliveryCASH ON DELIVERY (THROUGH INDIAN POST)


Express Courier EXPRESS COURIER SERVICE FOR PRE-PAID ORDERS



પુસ્તક પરિચય : (પુસ્તકનું વર્ણન કૉપીરાઈટથી સુરક્ષિત છે.)

સર્જક શિલ્પા દેસાઈની આ અનોખી પત્ર-નવલકથા તા. 31 જુલાઈએ રિલીઝ થઇ રહી છે. અત્યારે આપ પ્રિ-ઓર્ડર કરી શકો છો. શિપિંગ પુસ્તક રિલીઝ થયા પછી કરવામાં આવશે.

~~~~~~~~~~~~~~~~~~~~~~~

લખું તો શું લખું....ગમતી વ્યક્તિને જ્યારે કાગળ લખવા બેસીએ ત્યારે મુંઝારો નહીં પણ આવી મીઠી મુંઝવણ હોય છે. પછી તો લખાય જાય છે કોરા કાગળમાં મેઘધનુષ્યના સાતે રંગો, ગ્રીષ્મના તડકામાં અરડાતી મરડાતી આંબા ડાળ પર બેસેલી કોયલ, કોઈ તળાવા કાંઠે પોયણા પર બાઝેલા પાણીનું રૂપેરી બુંદ, પારીજાતનું સુગંધ અને આકાશમાં ચોક્કસ આકારે ગમી ગયેલું કોઈ વાદળ !

દરેક પત્ર લખવાના કોઈ ચોક્કસ કારણો નથી હોતા...કેટલાક પત્રો કારણ વગર પણ લખી શકાય. આને ઉમળકો કહો કે ઉભરો પણ સફેદ પાનાઓમાં પોતાની જગ્યા એ કરી લે છે. વાંચનારો લખાયેલા બે શબ્દો વચ્ચેની જગ્યા પણ પ્રેમથી વાંચી લે છે. સામો જવાબ નહીં જાણે કે ટહુકો આવે છે. વળતો પત્ર આવશે એ અપેક્ષા નહીં ઉંડો વિશ્વાસ હોય. ખુલ્લી હથેળીમાં મુકાયેલી રાતી ચણોઠડી જેવા રૂપાળા સંબંધ. એકબીજાને કપાસના લીલાછમ ખેતરના માથે ઝીંડવામાં ફાલેલા સફેદ રૂ જેવા નાજુક સંબોધન, શંકા આશંકા કે લોક લાજ શરમનો અછડતો સ્પર્શ અને બધું મેલું !

૨૦૧૬ના ઑગસ્ટ મહિનામાં મૈત્રીપર્વના દિવસે શરુ થયેલી આ પત્રશ્રેણીનો આ પડાવ છે, મંઝિલ નહીં. મુગ્ધતાના જુદાં જુદાં વળાંક પર મળી ગયેલાં , અકારણ છૂટી ગયેલાં મિત્રોની મન કી બાતનો આલેખવાનો આ નાનકડો અમથો પ્રયાસ હતો. કોઈવાર કહેવા ચાહ્યું હશે પણ કહી નહીં શકાયું હોય , કોઈવાર સંજોગોએ કહેવા નહીં દીધું હોય , કેટલીય ઘટનાઓને શબ્દોએ સાથ નહીં આપ્યો હોય.. જે હોય એ, આ શ્રેણી માત્ર સપ્તક કે અંતરાની જ નથી પણ આપણાં સહુમાં ટમટમેલાં પણ અકાળે બુઝાઈ ગયેલાં દીવાઓની છે, આપણી પોતીકી છે.

એ જ લિ.
ફરીથી કોઈ સફરમાં એકબીજાને જડી જઈશું એવી આશા સાથે,
દેસાઈ શિલ્પા .


Book Details


Transliteration

  • Title : @ Post ~ Laganini Aksharyatra
  • Author: Shilpa Desai
  • Publication Year : 2020
  • ISBN : 9788172299989
  • Pages : 178
  • Binding : Paperback
  • Language : Gujarati

You may also like

Huhu
250.00

Chambal Taro Ajampo
500.00

Love You 2
90.00

Five Point Someone
150.00

Civil Marriage
90.00

Nagari Vaishali - Guptyug Granthavali (2)
250.00

Aandhi Ashadhni
400.00

Lakshmanni Agnipariksha
140.00