Coffee Stories Gujarati Book by Raam Mori
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી,  ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત
Currency

કોફી સ્ટોરીઝ

લેખક : રામ મોરી


Coffee Stories

Author : Raam Mori

Original Price: 175.00
Discount: 10%
Price: 158.00
FREE Shipping in Gujarat on orders over 699/-.

Free shippingFREE Shipping in Gujarat on orders over 699/-.


Cash On DeliveryCASH ON DELIVERY (THROUGH INDIAN POST)


Express Courier EXPRESS COURIER SERVICE FOR PRE-PAID ORDERS



પુસ્તક પરિચય : (પુસ્તકનું વર્ણન કૉપીરાઈટથી સુરક્ષિત છે.)

Coffee સ્ટોરીઝ. કૉફી કે ચાના એક કપ સાથે પૂરી થઈ જતી કથાઓ. આપણી સંસ્કૃતિ કથા અને કથનશૈલીની સંસ્કૃતિ રહી છે. કથાઓ આપણી આસપાસ દરેક ક્ષણે જીવાતી જ હોય છે. ધબકતી હૂંફાળી કથાઓ, સમાજના ડરથી સંકોડાયેલી તર નીચે ઠરી ગયેલી કથાઓ, પહેલાં જ ઘૂંટડે કડવી ઝેર લાગતી કથાઓ તો એક એક સિપ સાથે વધુને વધુ ગળચટ્ટી બનતી કથાઓ. નજરની સામે દરરોજ ભજવાતી એવી કથાઓ જે હજુ સુધી આપણા ધ્યાનમાં જ નથી આવી અથવા એવી કથાઓ જે સતત ધ્યાનમાં તો આવી છે પણ આપણે સતત આંખો મીંચી રાખી છે. કથાઓ એવી જેમાં આપણું પોતાનું મૌન ઘૂંટાયેલું રહ્યું છે ને એ મૌનની પરિભાષાને પણ લોકો ઉકેલી જાણે છે તો એવી પણ કથાઓ જેમાં ચિલ્લાઈ ચિલ્લાઈને પીડાને પોકારવામાં આવી હોય એમ છતાં એને સાંભળનાર કોઈ નથી હોતું. દઝાડતી, ફરિયાદ કરી લાલ આંખ કરીને આપણી સામે એકધારું જોઈ રહી છે એવી કથાઓ અને જે મૂંગા મોઢે જગજૂનો અત્યાચાર વેંઢારી ઢબૂરાયેલી છે એવી કથાઓ પણ. બસ... આ પુસ્તકમાં એ બધી કથાઓ વિશે વાત કરવાનો પ્રયત્ન છે. આ `લઘુ' કથાઓમાં રહેલો `ગુરુ' વાચકને સ્પર્શી જાય તો કથા સદૈવ મંગલમ્! ગુજરાતી ભાષામાં લખાયેલી આ 51 એવી કથાઓ છે જે આપણી ભાષાનું હીર છે, આપણી ભાષામાં ઘૂંટાયેલાં એવા સંવેદન છે જે સતત આપણી સાથે કે આપણી આસપાસ જીવાતા રહ્યાં છે. આ કથાઓ કોઈ ઉપદેશ કે બદલાવની વાત નથી કરતી પણ વર્તમાન સ્થિતિ-પરિસ્થિતિ તરફ નક્કર આંગળી ચીંધે છે...


Book Details


Transliteration

  • Title : Coffee Stories
  • Author: Raam Mori
  • Publication Year : 2018
  • ISBN : 9789351228325
  • Pages : 168
  • Binding : Paperback
  • Language : Gujarati

You may also like

Meghdhanushna Rango
80.00

Dariyapaarna Baharvatiya
70.00

Kalsarp
75.00

Trimurti
80.00

Andhari Galima Safed Tapaka
125.00

Dilaso
175.00

Vagada vachche tahuko vol.1
200.00

Thoda Otha (Deshi Vatu)
100.00