પુસ્તક પરિચય : (પુસ્તકનું વર્ણન કૉપીરાઈટથી સુરક્ષિત છે.)
જીવનમાં સંબંધોનું મહત્વ સહુ કોઈ જાણે છે. પણ, ઘણી વખત લોકો સંબંધોની અટપટી માયાજાળમા ગૂંથાઈ જાય છે અને યોગ્ય સંબંધો જાળવી નથી શકતા તેમ જ નકામા સંબંધોનો ભાર જીવનભર વેઠે છે. જીવનમાં બંધાતા દરેક સંબંધને સંઘરી રાખીએ કે નવા સંબંધો બાંધવાનું ટાળીએ તો ક્યારેય આગળ ન વધી શકીએ. આજના ઝડપી યુગમાં દરેક પાસે મર્યાદિત સમય, મર્યાદિત રિસોર્સીઝ અને મર્યાદિત એનર્જી હોય છે. માટે જ કુટુંબ, મિત્રો અને સમાજ સાથેના કયા સંબંધો સાચવવાના છે, કયા ફેંકી દેવાના છે અને કયા કેળવવાના છે તે શીખવું અત્યંત મહત્વનું છે.
લોકપ્રિય સર્જક અને પત્રકાર સૌરભ શાહના આ પુસ્તકમાં, જિંદગીમાં સંબંધોના સ્માર્ટ મેનેજમેન્ટ માટેની બહુમૂલ્ય ટિપ્સ આપવામાં આવી છે.