જ્યાં જ્યાં વસે એક ગુજરાતી,  ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત
Currency

ક્રોમોઝોમ XY

લેખક : નિમિત ઓઝા (ડો)


Chromosome XY

Author : Nimit Oza (Dr)

Original Price: 200.00
Discount: 10%
Price: 180.00
FREE Shipping in Gujarat on orders over 699/-.

Free shippingFREE Shipping in Gujarat on orders over 699/-.


Cash On DeliveryCASH ON DELIVERY (THROUGH INDIAN POST)


Express Courier EXPRESS COURIER SERVICE FOR PRE-PAID ORDERSપુસ્તક પરિચય : (પુસ્તકનું વર્ણન કૉપીરાઈટથી સુરક્ષિત છે.)

આ એક લવસ્ટોરી છે. તમે ક્યારેય વાંચી ન હોય કે ક્યારેય સાંભળી ન હોય એવી એક લવસ્ટોરી. અહીં પુરુષપણાના સીમાડાઓ ઓળંગીને પુરુષ પોતાની જાતને જ સ્વર્ગની સફર કરાવે છે. આ કાલ્પનિક કથા હોઈ શકે પરંતુ આ કલ્પનો પુરુષજાતને એક એવા સ્તર સુધી લઈ જાય છે જ્યાંથી પાછા ફરવાનું કોઈપણ પુરુષને સ્વીકાર્ય ન જ હોય. કહેવાય છે કે આ જગતની સર્વોચ્ચ પીડા, એ પ્રસૂતિ પીડા છે. પરંતુ એ સર્જનાત્મક પીડા પણ છે. એ પીડાના અંતે જ પ્રાણી જગતની દરેક માદા એક ચમત્કાર સર્જી શકે છે. એક નવા જીવને અવતરણ આપવાનો ચમત્કાર. સ્ત્રીએ સર્જન કરેલો પોતાનો જ એક અંશ, જેની સામે દુનિયાની દરેક પીડા વામણી લાગવા જ માંડે. પ્રસૂતિ પીડા જેટલી જ બળવત્તર અને સમાંતર એક બીજી પીડા છે. એ છે કશું પણ સર્જન ન કરી શકવાની પીડા અને એ જ પીડામાંથી આ કથાએ જન્મ લીધો છે. દરેક વ્યક્તિ ચમત્કાર કરી શકવાનું સામર્થ્ય નથી ધરાવતી. પોતાના સમગ્ર જીવન દરમિયાન દુનિયાને કશું પણ નવું ન આપી શક્યાનો રંજ અને અફસોસ, એ દરેક વ્યક્તિને થતો જ હશે જે કશું પણ સર્જવામાં નિષ્ફળ રહી છે. પુરુષ બધું જ કરી શકે છે, એક બાળકને જન્મ આપ્યા સિવાય. અસર્જનની આ વાસ્તવિક્તા પુરુષને સતત પ્રતિત કરાવે છે કે આ દુનિયા પરનું શ્રેષ્ઠ સર્જન કરી શકવાનો અવસર, આનંદ અને શ્રેય આજીવન તેના ભાગ્યમાં જ નથી. આ નવલકથા એક પ્રયાસ છે. અત્યાર સુધી વાંઝણી રહેલી ઇચ્છાઓને કલ્પનાઓના હળથી ખેડીને ફળદ્રુપ કરવાનો પ્રયાસ. આજ સુધી ક્યારેય પણ જન્મી ન શકેલી શક્યતાઓને સગર્ભા કરવાનો પ્રયાસ. આ બૌદ્ધિક ઉત્તેજનાનો અતિરેક છે કે સાહસ, એ તો સમજ જ કહેશે પરંતુ આ કથા – એ દરેક પુરુષ-સ્ત્રીને સમર્પિત છે જેઓ સર્જન કરી શકવાનું મહત્ત્વ જાણે છે. આ કથા દ્વારા ભવિષ્યમાં ક્યારેય પણ જો વાસ્તવિક્તાનું એકાદ બારણું પણ ખૂલશે, તો એ પળ સમગ્ર પુરુષજાત માટે ધન્ય ક્ષણ હશે.


Book Details


Transliteration

  • Title : Chromosome XY
  • Author: Nimit Oza (Dr)
  • Publication Year : 2019
  • ISBN : 9789351228486
  • Pages : 192
  • Binding : Paperback
  • Language : Gujarati

You may also like

Vrundathi Rakshayelo Jalandhar
120.00

Chahera Pachhalno Chahero
375.00

Trishanku
46.00

Krushnavatar Vol.2
550.00

Godan
230.00

Bhangadh Ek Amar Pretkatha
90.00

Kya Chhe Ghar?
120.00

Anagat
20.00