You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Social Novels & Love Stories > Saumitra
લેખક : સિદ્ધાર્થ છાયા
Author : Siddharth Chhaya
450.00
500.00 10% off
સૌમિત્ર એ એક લેખકના સમગ્ર જીવનની કથા છે. તેની કારકિર્દીની શરૂઆતથી માંડીને તેના ચડાવ અને ઉતારને તેમાં વર્ણવામાં આવી છે. આ ઉપરાંત સૌમિત્રમાં પ્રેમનો એક નવો જ ખૂણો દેખાડવામાં આવ્યો છે. સૌમિત્રને પ્રણયત્રિકોણ ધરાવતી નવલકથા કહી પણ શકાય અને ન પણ કહી શકાય, કદાચ આ જ બાબત આ નવલકથાની વિશેષતા છે. ~~~~~~~~~~~ પ્રેમનું ફલક વિશાળ છે. પ્રેમ એમ કોઈની પણ સાથે નથી થઇ જતો અને જો થઇ જાય છે તો તેના પરિણામ શું આવે છે તે આપણે સુપેરે જાણીએ છીએ. એક માન્યતા છે કે જીવનમાં સાચો પ્રેમ ફક્ત એક જ વખત થતો હોય છે. સૌમિત્ર આ માન્યતાને નકારે છે. જેમ કોઈ વ્યક્તિ સારી કે ખરાબ હોય તે સંજોગોને આધીન હોય છે તેમ પ્રેમ એકવાર થાય કે અનેક વાર અને તે પણ સાચો પ્રેમ, તે પણ સંજોગોને આધીન હોય છે. પ્રેમને પામીને ગુમાવી દેવો કે પામ્યા બાદ ગુમાવીને ફરીથી પામવો તે તમામ બાબતો સંજોગોને જ આધીન હોય છે તે હકીકત સૌમિત્ર સાબિત કરે છે. સૌમિત્રના જીવનના સંજોગો તેને એકથી વધુ વખત એકથી વધુ પાત્રો સાથે પ્રેમ કરવા માટે મજબૂર કરે છે તેના પર આધારિત આ નવલકથા જીવનમાં એક વખત કોઈને હ્રદય નીચોવીને પ્રેમ કરેલા વ્યક્તિઓને જરૂર પસંદ પડશે. જો પ્રેમ અંગે કોઈને ગેરમાન્યતાઓ હશે તો પણ કદાચ આ નવલકથા તેને દૂર કરશે.
In Gujarat on orders over 699/-
Through Indian Post
For Pre - Paid Orders