Shabd Sangat Gujarati Book by Naran Baraiya
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી,  ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત
Currency

શબ્દ સંગત

લેખક : નારન બારૈયા


Shabd Sangat

Author : Naran Baraiya

Price: 120.00
FREE Shipping in Gujarat on orders over 699/-.

Free shippingFREE Shipping in Gujarat on orders over 699/-.


Cash On DeliveryCASH ON DELIVERY (THROUGH INDIAN POST)


Express Courier EXPRESS COURIER SERVICE FOR PRE-PAID ORDERS



પુસ્તક પરિચય : (પુસ્તકનું વર્ણન કૉપીરાઈટથી સુરક્ષિત છે.)

‘શબ્દસંગત'નું જે ફોર્મેટ તૈયાર કરવામાં આવ્યું છે તે હયુમર ઉપરાંત ચોક્કસ રિડર સાયકોલોજી અને લર્નર સાયકોલોજીને ધ્યાને લઇને તૈયાર કરવામાં આવ્યું છે. આ પ્રકારનું ફોર્મેટ ગુજરાતમાં કે ભારતમાં જ નહીં, સમગ્ર વિશ્વમાં પ્રથમવાર તૈયાર કરવામાં આવ્યું છે. આ શબ્દો છે શબ્દસંગત પુસ્તકના પ્રસ્તાવનાકાર પાર્થ મહાબાહુના.તેમણે આ પુસ્તકને યુનિક ગણાવ્યું છે.

આ પુસ્તકમાં છેલ્લા દોઢ દાયકાથી વધુ સમયથી હ્યુમર અને રિસર્ચના એંગલથી કરેલી મથામણો બાદ તૈયાર કરાયેલા લેખોનો સંગ્રહ છે. ગુજરાતી હાસ્ય સાહિત્યમાં કશુક ગંભીરતાપૂર્વક નવું આપવાનો અને સાથોસાથ અંગ્રેજી ભાષાને નજીકથી આત્મસાત કરવા માગતા લોકોને કશુંક હળવું સાહિત્ય આપવાનો આ પ્રયાસ છે. આ પુસ્તકને વધાવતાં કથા એવોર્ડ વિજેતા લેખક અને નવલથાકાર માય ડિયર જયુએ કહ્યું કે જ્યોતીન્દ્ર દવે, વિનોદ ભટ્ટ, બકુલ ત્રિપાઠી, તારક મહેતા, અશોક દવે દ્વારા પણ ચોક્કસ વિષયની મર્યાદામાં હાસ્ય જન્માવતા સંગ્રહો મળ્યા જ છે, પણ એમનો અભિગમ વસ્તુલક્ષી-દ્રશ્યજગત- સ્થૂળ ઘટનાઓમાંથી હાસ્ય જન્મવાનો વધુ રહે છે ; જ્યારે અહીં નારને માત્ર ને માત્ર 'શબ્દ'ની આસપાસ હાસ્ય ગૂંથ્યુ છે જે ગુજરાતી હાસ્ય સાહિત્યમાં પ્રથમવાર છે. હાસ્યને લઇને તેણે ગંભીરતાથી ચોક્કસ શિસ્ત જાળવીને કામ કર્યું છે. કેટલાંક લેખો ‘ભાવનગર ગદ્યસભા'નો પરામર્શ પામ્યાં છે. પુસ્તકના વધુ એક પ્રસ્તાવનાકાર હિમાદ્રી આચાર્યના કહેવા અનુસાર 'શબ્દસંગત' ગુજરાતી હાસ્ય સાહિત્યમાં અત્યાર સુધીનો સૌથી અનોખો જ્ઞાન-પ્રયોગ છે. 'શબ્દસંગત' એ અંગ્રેજી શબ્દ વિશેની માહીતી, તે શબ્દના અર્થને સમજાવતી લેખમાળા છે, જેના દરેક લેખમાં એક અંગ્રેજી શબ્દ કેન્દ્રસ્થાને હોય છે અને કેન્દ્રવર્તી શબ્દનો અર્થ-ભાવાર્થ, બોલચાલની ભાષામાં તેનો ઉપયોગ વગેરે વિશેની માહિતી આપવામાં આવી છે. 'શબ્દસંગત'ની વિશેષતા એ છે કે તેનો દરેક આર્ટીકલ જે-તે શબ્દનું શિક્ષણ આપતો હોવા છતાં આ બધાં આર્ટિકલ્સ માત્ર શૈક્ષણિક કે સંશોધનાત્મક લેખોની શ્રેણીમાં ન આવતાં, નખશીખ હાસ્યસાહિત્યની કક્ષામાં મૂકી શકાય તેવાં વ્યંગલેખો કે હાસ્યલેખોની આ લેખમાળા છે.


Book Details


Transliteration

  • Title : Shabd Sangat
  • Author: Naran Baraiya
  • Publication Year : 2018
  • Pages : 152
  • Binding : Paperback
  • Language : Gujarati

You may also like

Pandarmu Ratan
120.00

E Divaso
112.00
125.00

Prem Hasyakosh
125.00

Dodh Dahya Tarak Mehtani Diary
150.00

Khurshidas Makhkhan Ghase
225.00

Shreshth Hasyarachanao : Jyotindra Dave
145.00

Jethalalno Jackpot
135.00

Tarikh Ane Tawarikh
600.00