You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Social Novels & Love Stories > Avantika
લેખક : અવનિ દેસાઈ જરીવાલા
Author : Avani Desai Jariwala
135.00
150.00 10% off
કોઈ વ્યક્તિ ગમે તેટલી વ્યસ્ત હોય પણ પ્રિયજન માટે થોડો સમય તો ફાળવી જ શકે. સ્ત્રી જેને પ્રેમ કરે છે એ જ વ્યક્તિ જ્યારે પોતાની જાતને તેનાથી દૂર કરે છે ત્યારે એ સ્ત્રી માટે સૌથી કપરી પરિસ્થિતિ ઊભી થાય છે. એ તમામ સ્ત્રીઓ, જેમણે પોતાનું જીવન એકલતામાં પસાર કર્યું છે તેમના માટે ‘અવંતિકા’ એક ભેટ છે.
‘અવંતિકા’ એક એવી સ્ત્રીની કથા છે, જે પોતે કરેલા બલિદાન બદલ હંમેશાં પોતાની જાતને કોસતી રહે છે. દરેક વખતે પોતાની જાતને એમ વિચારીને સમજાવતી રહે છે કે દરેક સ્ત્રી ક્યાંક ને ક્યાંક આવાં બલિદાનો કરતી જ હોય છે. જેથી તેના સ્વજનોની અને સંબંધોની શાંતિ જળવાઈ રહે. શા માટે અવંતિકાને પ્રેમ અને શોખમાંથી કોઈપણ એકને જ પસંદ કરવાની ફરજ પાડવામાં આવી? શું આને સાચો પ્રેમ કહેવાય?
અવંતિકા જેવી પિંજરામાં પુરાયેલી સ્ત્રીઓને ઊડવા માટે નવું આકાશ આપતી આ કથા આપણને એક નવી જ નજરે વિચારતાં કરશે.
In Gujarat on orders over 299/-
Through Indian Post
For Pre - Paid Orders