You are here: Home > Child Care & Pregnancy > Child Psychology & Parenting > Mummypedia
લેખક : અમી વેકરીયા (ડૉ.)
Author : Ami Vekariya (Dr)
359.00
399.00 10% off
ગર્ભાવસ્થા દરમિયાન થઇ શકે એવી સર્જનાત્મક પ્રવૃતિઓ, બૌદ્ધિક અને મનોરંજક રમતો, કોયડાઓનું અનોખું પુસ્તક.
બાળક ગર્ભમાં હોય ત્યારે જ એના માનસિક વિકાસની, શિક્ષણની શરૂઆત થઇ જતી હોય છે. ગર્ભાવસ્થા દરમિયાન માતાનો આહાર, કસરતો, દવાઓ વગેરેની કાળજી લેવાતી હોય છે, પણ ગર્ભમાંના બાળકના માનસિક વિકાસ માટેનો રાહ ચીંધતું આ એક મહત્વનું અને વિશિષ્ટ પુસ્તક છે. પાને પાને રંગીન આકૃતિઓ સાથે પુસ્તકને સુંદર રીતે સજાવાયું છે. સાથે ક્યાંક ક્યાંક પૂરક માહિતીઓ અને સમજૂતિ સાથે હાલરડાં, સુંદર લખાણોનો પણ સમાવેશ થયો છે. પુસ્તક વૈજ્ઞાનિક ઢબે તૈયાર કરાયું છે અને આ પ્રવૃતિઓ, ડાબું અને જમણું બંને મગજને ધ્યાનમાં રાખીને આપવામાં આવી છે, જેથી આવનાર બાળકની તર્કશક્તિ અને કલાદ્રષ્ટિ ખીલી શકે. ગર્ભાવસ્થા દરમિયાન હોર્મોનલ ફેરફારોને કારણે માતાઓ માનસિક તણાવ પણ અનુભવતી હોય છે, પણ આ પ્રવૃતિઓ થકી તેઓ તણાવમુક્ત બની શકે છે, જેની હકારાત્મક અસર બાળકના વિકાસ પર થાય છે.
પુસ્તકના વિશેષ પરિચય માટે ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઈમેજ’ Zoom કરશો.
In Gujarat on orders over 299/-
Through Indian Post
For Pre - Paid Orders