You are here: Home > Inspirational, Self Help & Reflective > Business, Success & Self Help > The Art of War ~ Gujarati*
વિશ્વસાહિત્યમાં ટાઈમલેસ ક્લાસિક બેસ્ટસેલર તરીકે જાણીતું થયેલું પુસ્તક એટલે ‘ધ આર્ટ ઓફ વોર’.
આ પુસ્તકનો રચયિતા સુન ત્ઝૂ નામે ચાઈનીઝ સેનાપતિ હતો. યુદ્ધકળાનો જાણકાર સુન ત્ઝૂ તત્વજ્ઞાની પણ હતો. ઈ.સ. પૂર્વે 544માં જન્મેલા સુન ત્ઝૂએ પોતાના યુદ્ધકળા અને યુદ્ધની વ્યૂહરચનાઓના જ્ઞાનના નિચોડ રૂપે આ પુસ્તક લખ્યું અને એના સેંકડો વારસો પછી પણ વૈશ્વિક તત્વજ્ઞાન અને જે તે સમયની યુદ્ધનીતિઓ પર તેનો ખાસો પ્રભાવ રહ્યો છે. આ પુસ્તકમાંની વ્યૂહરચનાઓ સશસ્ત્ર યુદ્ધના વિકલ્પો પર વધુ કેન્દ્રિત છે. આ પુસ્તક 13 અધ્યાયોમાં વહેંચાયેલું છે અને એમાં મૂળ ચાઈનીઝ / અંગ્રેજી પુસ્તકમાં છે તે અનુસારની યુદ્ધ વ્યૂહરચનાઓ આપવામાં આવી છે. સ્પર્ધાત્મક વાતાવરણમાં કામ કરતા લોકો માટે પણ આ પુસ્તક લશ્કરી વ્યૂહરચનાઓ કારગત નીવડે એવી છે. વિશ્વની માતબર કંપનીઓ અને ઉદ્યોગોએ આ વ્યૂહરચનાઓમાંથી પ્રેરણા લીધી હોય એવા ઉદાહરણો પણ છે.
In Gujarat on orders over 299/-