You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Novels from World Literature > The Pianist ~ Gujarati
લેખક : વ્લાદિસ્લોવ સ્પિલમેન
Author : Władysław Szpilman
350.00
23 સપ્ટેમ્બર 1939ના દિવસે, સી. માઇનરમાં રચાયેલ ચોપિનની મધુર સ્વરરચનાઓને એક યુવાન પિયાનોવાદક વ્લાદિસ્લોવ સ્પિલમેન પોલેન્ડના રેડીઓ પર વગાડી રહ્યા હતા. જર્મનીના બોમ્બમારાને કારણે બંધ કરી દેવામાં આવેલા રેડિયો સ્ટેશન પરથી એ અધૂરા પિયાનોવાદન સાથે બંધ થયેલું પ્રસારણ, છ વર્ષ બાદ એ જ ધૂન અને એ જ પિયાનોવાદક સાથે ફરીથી શરૂ કરવામાં આવ્યું હતું. આ બે ઘટનાઓ વચ્ચેના સ્પિલમેનના જીવનનો હિસાબ, વૉરસોના યહૂદીઓ પર વરસાવવામાં આવેલા મૃત્યુ અને ક્રૂરતાના કહેરના આઘાત હેઠળ કરાયેલું તટસ્થ વર્ણન એટલે ધ પિયાનિસ્ટ. આ લખાણ એટલું તો પીડાકારી છે, કે 1946ની સાલમાં યુવાન વયે લખાયેલા આ લખાણ સામે સ્પિલમેને 88 વર્ષની ઉંમર સુધી નજર પણ નાખી ન હતી.
સ્પિલમેનના કુટુંબને ટ્રેબ્લિંકા ખાતે મોકલીને તેમની હત્યા કરી દેવામાં આવી હતી. એક સંગીતપ્રેમી સૈનિકે તેમની પ્રતિભાને ઓળખી કાઢવાને કારણે જ તેઓ બચી જવા પામ્યા. સંજોગવશાત્ બચી જવાના શ્રેણીબદ્ધ બનાવોમાં, ઘેટ્ટો નામે ઓળખાતી વૉરસોની વસાહતમાં કાટમાળ અને યહૂદીઓનાં રખડતાં શબો વચ્ચે આથડતાં રહીને પણ, ભૂખમરાને કારણે કૃશકાય અવસ્થામાં પણ જીવતા રહેવાનો અભિશાપ એમણે ભોગવ્યો હતો. અને આખી ઘટનાની કરુણતા તો એ હતી, કે સ્પિલમેનનો જીવ બચાવનાર, બિનવારસી પડેલાં ખડેરોમાં તેના માટે ખોરાક અને ધાબળો પહોંચાડનાર વિલ્મ હોસનફિલ્ડ એક જર્મન જ હતો. સાત વર્ષ બાદ સ્ટાલિનગ્રાડના એક લેબરકેમ્પમાં હોસનફિલ્ડ મૃત્યુ પામ્યા, પરંતુ મૃત્યુ પહેલાં તેઓ પોતાની ડાયરીનાં પૃષ્ઠોમાં જર્મનોની દુષ્ટતા, ઉન્મત્તતા અને અત્યાચારનો પર્દાફાશ કરીને ગયા, જેના તેઓ પોતે સાક્ષી બન્યા હતા. આ પુસ્તકમાં ડાયરીનાં એ પૃષ્ઠો પણ સામેલ છે. હતાશાભરી વાસ્તવિકતા વચ્ચે લખાયેલાં ધ પિયાનિસ્ટના દુઃસ્વપ્નસમાં દૃશ્યોની સત્યતાને ડાયરીનાં આ પૃષ્ઠો પ્રત્યક્ષ રીતે ઉજાગર કરે છે. પોતાના અનુભવોને સ્પિલમેને 1946માં પોલેન્ડમાં પ્રથમ વાર પ્રકાશિત કર્યા હતા, પરંતુ સ્ટેલિનના પોલિશ આશ્રિતોએ તરત જ તેને પાછા ખેંચાવી લીધા હતા, કારણ કે આ લખાણોમાં લિથુઆનિઅન, યૂક્રેનિયન, પોલિશ અને યહૂદી લોકોના નાઝીઓ સાથેના સહયોગને સાવ ખુલ્લેઆમ દર્શાવવામાં આવ્યા છે. છેક 1997માં, સ્પિલમેનના પુત્રે તેમના બુકકેસમાંથી શોધીને આ પૃષ્ઠોને જર્મનીમાં પુસ્તકાકારે ફરીથી પ્રકાશિત કર્યાં હતાં. નાઝીઓના કબજા પહેલાં પોલેન્ડમાં લગભગ પાંત્રીસ લાખ યહૂદીઓ વસતા હતા. નાઝીઓના ચાલ્યા ગયા બાદ માત્ર બે લાખ ચાલીસ હજાર જેટલા યહૂદીઓ બચ્યા હતા. વ્લાદિસ્લોવ સ્પિલમેન દ્વારા પોતાના રહસ્યમય બચાવના આ અદ્ભુત નિરૂપણ દ્વારા, પોતાનો જીવ ગુમાવનારા એ લાખો અણજાણ ચહેરાઓના અવાજને વાચા મળી છે.
In Gujarat on orders over 299/-