You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Novels from World Literature > Schindlers List - Shindlars List ~ Gujarati
લેખક : થોમસ કીનિલી
Author : Thomas Keneally
350.00
થોમસ માઇકલ કીનિલી, ઓસ્ટ્રેલિઅન નવલકથાકાર, નાટ્યકાર અને નિબંધકાર છે, અને બૂકર પ્રાઇઝ વિનર ‘શિન્ડલર્સ આર્ક''ના લેખક તરીકે અત્યંત વિખ્યાત છે. હોલોકાસ્ટમાંથી બચી ગયેલા યહૂદી પોલદેક ફેફરબર્ગના આગ્રહથી તેમણે આ નવલકથા લખી છે. ફેફરબર્ગની દુકાનમાં કીનિલી આકસ્મિક રીતે જ ગ્રાહક તરીકે ગયા હતા, ત્યારે ફેફરબર્ગે તેમને, ઓસ્કર શિન્ડલર નામના એક જર્મને બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન જાન જોખમમાં મૂકીને પણ મોતના મોંમાંથી બચાવેલાં પોલેન્ડનાં 1300 યહૂદીઓની મૂળ યાદી જેવા અનેક પુરાવા બતાવ્યા. ફેફરબર્ગને મદદનીશ તરીકે રાખીને કીનિલીએ પોલેન્ડના ક્રેકોવ શહેર ઉપરાંત શિન્ડલરની કહાણી સાથે સંકળાયેલાં અન્ય સ્થળોની મુલાકાત લીધી અને આ સત્યકથાનું આલેખન કર્યું.
સત્યકથા પરથી સ્ટિવન સ્પિલબર્ગે બનાવેલી ‘શિન્ડલર્સ લિસ્ટ'' ફિલ્મને શ્રેષ્ઠ ફિલ્મ સહિત સાત એકેડેમી એવૉર્ડ મળ્યા, સ્પિલબર્ગને કારકિર્દીનો શ્રેષ્ઠ દિગ્દર્શક તરીકેનો પ્રથમ એકેડેમી એવૉર્ડ આ ફિલ્મથી જ મળ્યો. કીનિલીની ફેફરબર્ગ સાથેની મુલાકાત અને તેમની શોધયાત્રાની સિલસિલાબંધ કહાણી કીનિલીના પુસ્તક ‘સર્ચિંગ ફોર શિન્ડલર: અ મેમોઇ૨'' (2007)માં વર્ણવવામાં આવી છે. ફેફરબર્ગના કેટલાક દસ્તાવેજો એક ખાનગી સંગ્રાહક પાસેથી ખરીદીને અત્યારે સિડનીની સ્ટેટ લાયબ્રેરી ઓફ ન્યૂ સાઉથ વેવ્સમાં પ્રદર્શિત કરવામાં આવ્યા છે.
In Gujarat on orders over 299/-
Through Indian Post
For Pre - Paid Orders