You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Novels from World Literature > Doctor Zivago
લેખક : બોરિસ પાસ્તરનાક
Author : Boris Pastarnak
552.00
650.00 15% off
વિશ્વસાહિત્યમાં અમર થઈ ગયેલી આ નવલકથા પરથી ફિલ્મો પણ બનેલી છે. નોબલ પરિતોષિક વિજેતા આ મહાનવલ એક મોટા સમયખંડનો દસ્તાવેજ લઈને આવે છે. કથા રશિયા અને રશિયન પ્રજા પર કેન્દ્રિત છે, પણ જગત આખાના ઈતિહાસમાં ઠેરઠેર ચાલતી રહેલી આપખુદશાહીનું પ્રતિબિંબ એમાં આબાદ ઝિલાયું છે. રાજકીય અંધાધૂંધી અને આર્થિક પાયમાલી વચ્ચે પીસાતી અને છતાં જીવવા મથતી રશિયન પ્રજાના સંઘર્ષોનું આ કૃતિમાં અદ્દભુત નિરૂપણ કરાયું છે. આદર્શો અને સિદ્ધાંતોના પાયા પર રચાયેલી સામ્યવાદી વિચારસરણીના વિશ્વસ્તરે થયેલા રકાસ પાછળનાં કારણો આ કથાના વિવિધ પાત્રો દ્વારા નિરૂપાયાં છે. કથામાંનાં અદ્વિતીય પ્રાકૃતિક વર્ણનો અને લારાકાવ્યો નામે પ્રસિદ્ધ કવિતાઓ વિશ્વસાહિત્યમાં ચિરંજીવી ગણવામાં આવે છે.
In Gujarat on orders over 299/-