You are here: Home > Inspirational, Self Help & Reflective > Love & Marriage > E Jive Chhe
અમૃતા પ્રીતમ અને ઇમરોઝની અમર પ્રેમકહાણી શરુ થઇ 1950 ના દાયકાના રૂઢીચુસ્ત ભારતમાં. અમૃતાથી સાત વરસ નાનો પ્રેમી એટલે ઇમરોઝ. ઇમરોઝ કુંવારો અને અમૃતા પરિણીત અને બે સંતાનોની માતા પણ ખરી. આ પ્રકારના સંબંધો એ સમયે કોઈએ સાંભળ્યા પણ નહોતા, સ્વીકાર તો ક્યાંથી થાય? 2005માં અમૃતાના મૃત્યુ પછી પણ આ વિરલ પ્રેમકહાણી આગળ વધે છે. ઇમરોઝના દિલોદિમાગમાં, જીવનના દરેક મુકામ પર અમૃતા તેની સાથે જ છે. એક અસામાન્ય પ્રેમીયુગલના પ્રેમભર્યા સંસ્મરણોનો રસથાળ એટલે આ પુસ્તક.
In Gujarat on orders over 299/-