You are here: Home > Biographies, Autobiographies, Memoirs & True Accounts > Biographies > Biographies of Scientists > Master Minds
લેખક : રાહુલ ભોળે
Author : Rahul Bhole
180.00
200.00 10% off
આ પુસ્તક વિજ્ઞાનીઓના જીવનચરિત્ર અને કાર્યોનું વર્ણન કરતું કોઈ સામાન્ય પુસ્તક નથી. અહી, વિજ્ઞાનીઓના જીવનના તરંગી અને રસપ્રદ પ્રકરણો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. એક તરફ સાયન્સ હિરોઝની આજ સુધી નહીં કહેવાયેલી, આદર જન્મે એવી વાતો અહીં છે તો, બીજી તરફ વિજ્ઞાનના બંધબારણે ચાલતા કાવા-દાવા, વેર, મહત્વાકાંક્ષા, પીડા, બલિદાન, મર્ડર, ઈર્ષ્યા, ચોરી અને કૌભાંડોથી ભરપૂર સત્યકથાઓ પણ છે. આજના ડિજીટલ યુગમાં કોઈ પણ વિજ્ઞાનશાખામાં અગાઉ શોધાયેલા તમામ સિદ્ધાંત અને થિયરીનો પાયો તૈયાર મળી જાય છે. પણ, 100-150 વર્ષ પહેલાં કોઈ જાતના રેફરન્સ વિના વૈજ્ઞાનિક સંશોધન કરવું એ અંધારામાં ગોળીબાર કરવા જેવું હતું. છતાંય હિંમત ગુમાવ્યા વિના આ વિજ્ઞાનના મરજીવાઓ એવી શોધો કરતા ગયા જેના ફળ આપણે આજે ચાખીએ છીએ. પ્રારંભિક વૈજ્ઞાનિક શોધખોળોની માહિતી તો આપણને પાઠ્યપુસ્તકોમાં પણ મળી જાય છે પણ એ શોધ કરતી વખતે બનેલી રોચક સત્યકથાઓ આ પુસ્તકમાં છે. આ રસપ્રદ પુસ્તકમાં દુર્લભ તસવીરોનો પણ સમાવેશ થયો છે. સ્ક્રીનપ્લે રાઇટર અને ફિલ્મ દિગ્દર્શક રાહુલ ભોળેની કલમે લખાયેલી આ સત્યકથાઓ Wikipedia કે Google પર પણ ન મળે તેવી દુર્લભ છે અને એક થ્રિલીંગ મનોરંજક પટકથા વાંચી રહ્યા હો, તેવી શૈલીમાં રજૂ કરાઈ છે. વિજ્ઞાનના રસિયાઓ અને જિજ્ઞાસુ વિદ્યાર્થીઓને ગમી જાય એવું પુસ્તક.
In Gujarat on orders over 299/-