You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Novels from World Literature > Shantelno Umarav ~ The Count of Chanteleine : A Tale of French Revolution
લેખક : જૂલે વર્ન
Author : Jules Verne
171.00
190.00 10% off
1789થી 1799 દરમિયાન થયેલી ફ્રેંચ ક્રાંતિને જગતના ઇતિહાસનું એક મહત્વનું પ્રકરણ ગણવામાં આવે છે. ફ્રાન્સના શાસક રાજા અને તેની પ્રજા વચ્ચે ચાલેલો આ સંઘર્ષ સમગ્ર દેશમાં પ્રસરી ગયો હતો. ભયાનક કત્લેઆમ અને ખૂનખરાબા પછી આ લોહીયાળ ક્રાંતિનો અંત દસ વરસે આવ્યો અને છેવટે પ્રજાનો વિજય થયો. રાજાશાહી ખતમ થઇ અને ફ્રાન્સમાં પહેલી વખત પ્રજાસત્તાક શાસનની સ્થાપના થઇ.
જગવિખ્યાત ફ્રેંચ લેખક જુલે વર્ન આમ તો એમની વૈજ્ઞાનિક સાહસકથાઓ માટે જાણીતા છે, પણ એમણે અન્ય વિષયોને સ્પર્શતા સાહિત્યનું સર્જન પણ કર્યું હતું. ફ્રેંચ રાજ્યક્રાંતિની પૃષ્ઠભૂમિ પર રચાયેલી આ એમની જાણીતી નવલકથા છે. મૂળ અંગ્રેજી કૃતિ ‘The Count of Chanteleine : A Tale of French Revolution’ નો આ ગુજરાતી અનુવાદ છે. વિશ્વસાહિત્યમાં રુચિ ધરાવતા વાચકો અને ઐતિહાસિક નવલકથાઓ તથા ઇતિહાસના રસિયાઓને ગમે એવું પુસ્તક.
In Gujarat on orders over 299/-