You are here: Home > History, Culture, Politics & Public Administration > General History & Culture > Vijali Ane Titanic
લેખક : પ્રફુલ શાહ
Author : Praful Shah
179.00
199.00 10% off
1912માં, એ સમયની દુનિયાની ભવ્યાતિભવ્ય અને મહાકાય સ્ટીમર ‘ટાઈટેનિક’ અકસ્માતે ડૂબી એ કરુણાંતિકા તો બહુ જાણીતી છે. એના પરથી સ્ટીવન સ્પીલબર્ગે ઓસ્કારવિજેતા ફિલ્મ બનાવી જેને દુનિયાભરમાં કરોડો લોકોએ નિહાળી હતી. ટાઈટેનિકની હોનારતના 24 વર્ષો પહેલાં સૌરાષ્ટ્રના કાંઠે આવી જ એક હૃદયદ્રાવક હોનારત બનેલી જેને ઇતિહાસમાં એટલું મહત્વ મળ્યું નથી, અને એ વિશે બહુ ઓછી વિગતો મળે છે. 8 નવેમ્બર, 1888ની કાળરાત્રિએ ‘વીજળી’ નામની સ્ટીમર પોરબંદરના દરિયા પાસે 766 મુસાફરો સાથે અરબી સમુદ્રમાં આવેલા ચક્રવાતમાં અદ્રશ્ય થઈ. ન તો તેનો કાટમાળ મળ્યો, ન કોઈ લાશ. આ ઘટનાનો આધાર લઈને ગુણવંતરાય આચાર્યએ લખેલી નવલકથા ‘હાજી કાસમ તારી વીજળી’ તો ગુજરાતી સાહિત્યમાં અમર થઇ ગઈ છે.
આ બંને કરુણાંતિકાઓનો સિલસિલાબંધ ઇતિહાસ પુસ્તકમાં આલેખવામાં આવ્યો છે. બંને જહાજનો તુલનાત્મક અભ્યાસ કરી ઘણી અજાણ બાબતો પર પ્રકાશ ફેંકવામાં આવ્યો છે.
ખાસ કરીને ‘વીજળી’ની કથાને જીવંત કરવા માટે લેખકે ઈતિહાસની તિરાડોમાંથી સાચાં પાત્રો, ઘટનાઓ શોધીને ગ્રંથસ્થ કરી છે. આ વિગતો મેળવવા, ઈતિહાસને ફંફોસવા માટે માનો કે એમણે મરજીવાની જેમ દરિયામાં ડૂબકી મારી છે. ગુજરાતીમાં લખાયેલા ઇતિહાસવિષયક પુસ્તકોમાં એક વિશિષ્ટ અને જુદી જ ભાત ઉપસાવતું આ પુસ્તક બેજોડ છે.
In Gujarat on orders over 299/-