You are here: Home > History, Culture, Politics & Public Administration > Indian History & Freedom Movement > Bharatiya Svatantryasangram 1857 (Purvardh - Uttarardh Sanyukt)
લેખક : વિનાયક સાવરકર
Author : Vinayak Savarkar
652.00
725.00 10% off
1857ના વિપ્લવને શરૂમાં તો ‘સિપાઈઓનો બળવો’ માત્ર ગણવામાં આવ્યો હતો. આ મહાજંગને અર્ધી સદી બાદ, છેક વીસમી સદીના પ્રારંભે ‘સ્વાતંત્ર્યસંગ્રામ’ તરીકે પ્રથમ વખત સ્થાપિત કરનાર આ જ પુસ્તક હતું. વીર સાવરકરનું આ પુસ્તક ભારતના સ્વતંત્રતા સંગ્રામ પર લખાયેલા સાહિત્યમાં એક મહત્વનો ઐતિહાસિક ગ્રંથ ગણવામાં આવે છે. માત્ર 24 વર્ષની વયે, ઇંગ્લેન્ડમાં ભણતાંભણતાં, સેંકડો સંદર્ભ ગ્રંથો વાંચીને, અંગ્રેજોએ ફેલાવેલાં હળાહળ અસત્યોનો પર્દાફાશ કરતો આ ગ્રંથ એમણે લખ્યો હતો. 1908માં આ પુસ્તક મરાઠીમાં લખાયું હતું જેના પ્રસારને અટકાવવા અંગ્રેજ હુકૂમતે અનેક કાવાદાવા કર્યા હતા. તો સામી બાજુ, રાષ્ટ્રપ્રેમીઓએ આ પુસ્તકને આખી દુનિયા જાણે એ માટે એ અન્ય ભાષાઓમાં પણ પ્રસિદ્ધ થાય એ માટે પ્રયત્ન કર્યા હતા. અંગ્રેજો આ પુસ્તકથી કેટલા ડરતા હતા અને આ પુસ્તકનો વ્યાપ અટકાવવા કેવા કેવા પ્રયત્નો થયા હતા એનો પણ એક જુદો જ રોચક ઇતિહાસ છે, જેની વાતો પ્રસ્તાવનામાં વિસ્તૃત રીતે વર્ણવી છે.
આ દળદાર અને બહુમૂલ્ય એવા ઐતિહાસિક ગ્રંથના પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધની આ સંયુક્ત આવૃત્તિ પહેલી જ વખત ગુજરાતીમાં પ્રકાશિત થઇ છે. ગ્રંથ કુલ ચાર ખંડમાં વહેંચાયેલો છે : (1) જ્વાળામુખી (2) પ્રસ્ફોટ (3) અગ્નિપ્રલય (4) તાત્કાલિક શાંતિ.
રાષ્ટ્રચેતના જગાડતું આ પુસ્તક વાંચનાર પ્રત્યેક નાગરિક રાષ્ટ્ર પ્રત્યે જરુર વધુ સમર્પિત બનશે.
In Gujarat on orders over 299/-