You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Historical, Mythological & Spiritual Novels > Aavaran
કન્નડ સર્જક ડૉ. એસ. એલ. ભૈરપ્પાની આ નવલકથાએ માત્ર પાંચ વર્ષમાં 36 આવૃત્તિનો વિક્રમ સર્જ્યો હતો. ‘આવરણ’ની સહજ સરખામણી ડેન બ્રાઉનની જગવિખ્યાત નવલકથા ‘દા વિંચી કોડ’ સાથે પણ થઇ શકે. પ્રભાવી શક્તિઓ દ્વારા સાચા ઈતિહાસને દબાવી દઈને ખોટા ઇતિહાસનો વ્યાપક પ્રચાર થવો, એ મુદ્દો આ બંને કૃતિઓ વચ્ચેનું સામ્ય છે.
પ્રત્યેક દેશની પ્રજાએ પોતાનો સાચો ઈતિહાસ જાણવો જોઈએ. જે પ્રજા પોતાનો ઈતિહાસ ભૂલી જાય છે તે પોતાના ભવિષ્યને જોખમમાં મૂકે છે. આ કથામાં મુખ્ય મુદ્દો પણ આ જ છે. સાચો ઈતિહાસ દબાવી રાખનારા અને પોતાની રાજકીય દ્રષ્ટીને અનૂકૂળ એવો ઈતિહાસ પ્રજા સમક્ષ પ્રસ્તુત કરનારા કથિત ઈતિહાસકારો / વિદ્વાનોની કુટિલતાનો પર્દાફાશ આ પુસ્તકમાં કરવામાં આવ્યો છે. ઐતિહાસિક ઘટનાઓ અને હકીકતોનો જે તાદ્રશ્ય ચિતાર આ નવલકથામાં રજૂ થયો છે, એ વાંચીને દેશના ઈતિહાસ અંગેની આપણી ભ્રામક માન્યતાઓના આવરણો ઓગળી જશે. પુસ્તકમાંની ઘટનાઓ વાંચીને રુંવાડા ઉભા થઇ જાય અને ધૃણા પણ ઉપજે એવું સબળ આલેખન છે. પુસ્તકમાંની ઘટનાઓ અને પ્રસંગોના નક્કર પુરાવાઓ અને અકાટ્ય ઐતિહાસિક આધારો લેખકે પૂરા પાડ્યા છે અને વિસ્તૃત સંદર્ભસૂચિ આ પુસ્તકને એક ઐતિહાસિક દસ્તાવેજ પણ બનાવે છે.
પુસ્તકના વિશેષ પરિચય માટે ઉપર આપેલી પુસ્તકની ''''બેક ઈમેજ'''' ક્લિક કરશો.
In Gujarat on orders over 299/-