You are here: Home > Biographies, Autobiographies, Memoirs & True Accounts > Autobiographies & Memoirs > Spiritual Autobiographies > Satya Kahu To : Ek Sanyasina Sansmarano ~ If Truth Be Told
1990ના દશકમાં એક 18 વર્ષના યુવકે પોતાના સપના સાકાર કરવા માટે ઓસ્ટ્રેલિયા ભણી દોટ મૂકી. જોતજોતામાં 26 વરસની ઉંમરે પહોંચતા તો તે કરોડપતિ બની ગયો. જો કે આ સાંસારિક સફળતા તો વર્ષો પૂર્વે શરૂ થયેલી એની આંતરિક યાત્રાનો એક પડાવ જ હતી!
માત્ર 8 વરસની ઉંમરે ઓમ સ્વામીએ સ્વપ્નમાં ઈશ્વરના દર્શન કર્યા હતા. અને ત્યારથી જ ઈશ્વરપ્રાપ્તિ અંગેનું કુતૂહલ એમના માનસમાં ધરબાયેલું જ રહ્યું. છેવટે તેઓ ભારત પરત આવ્યા અને સંન્યાસ ધારણ કર્યો. હિમાલયમાં એકાંતવાસ વચ્ચે એમણે ધ્યાનયોગની તીવ્ર સાધના આરંભી, પ્રતિકૂળ વાતાવરણ, જંગલી પશુઓ અને ભૂખમરો વેઠીને કઠોર સાધના સાધનાના બળે છેવટે એમને પરમસત્યનો સાક્ષાત્કાર થયો.
પરમતત્વની પ્રાપ્તિની આ અદ્દભુત સફરનાં રોચક સંસ્મરણોનું અનોખું પુસ્તક ‘If Truth Be Told’ અંગ્રેજીમાં તો નેશનલ બેસ્ટસેલર થઈ ચૂક્યું છે, જેનો આ ગુજરાતી અનુવાદ પરખ ભટ્ટની સશક્ત કલમે થયો છે. ઓમ સ્વામીનો બ્લોગ વરસે દસ લાખથી વધુ લોકો વાંચે છે.
In Gujarat on orders over 299/-