You are here: Home > Religion, Spirituality & Philosophy > Hindu Scriptures & Philosophy > Ramna Path Par
Author : Vikrant Pandey - Nilesh Kukarni
382.00
450.00 15% off
શ્રી રામનો વનવાસ, સીતામાતાની શોધમાં લંકા તરફ પ્રયાણ, રાવણવધ અને અયોધ્યા તરફ પુનઃપ્રસ્થાન ~ આ સમગ્ર પથમાં આવતા વિવિધ સ્થળોના પ્રવાસ અને સંશોધનની રોમાંચક યાત્રા.
****
પ્રભુ શ્રી રામ... જેમણે પિતાના વચન ખાતર 14 વરસનો વનવાસ સ્વીકાર્યો. રામ, લક્ષ્મણ અને જાનકી દ્વારા કરાયેલા આ વનવાસના પથ પર પ્રવાસ કરીને એ તમામ સ્થળોની મુલાકાત લેવાનો વિચાર આવે છે વિક્રાંત પાંડે અને નીલેશ કુલકર્ણીને. આ પ્રવાસ દરમિયાન તેમને પ્રાપ્ત થાય છે પ્રભુ રામ સાથે સંકળાયેલાં અનેક રસપ્રદ કથાનકો.
પ્રભુ શ્રી રામે જ્યાં પ્રથમ રાત વિતાવી એ ગામનું નામ ચકિયા પૂર્વ કેમ પડ્યું? રામનાં એક મોટાં બહેન પણ હતાં, જેમનું નામ શાંતા હતું. અયોધ્યાના હનુમાનગઢીનો જીર્ણોદ્ધાર એક મુઘલ સૂબા દ્વારા કરવામાં આવેલો. ત્યારની લંકા તો ઘણુંખરું સમુદ્રના પાણીમાં ગરકાવ થઈ ગઈ છે છતાંય રામાયણમાં ઉલ્લેખિત શ્રીલંકાનાં બાવન અધિકૃત સ્થળોની ઓળખ કરવામાં આવી છે. દરેક સ્થળની એક આગવી હકીકત અને માહાત્મ્યને સંપાદિત કરી આ લેખક બેલડીએ આપણને આપ્યું એક બેસ્ટસેલર પુસ્તક - રામના પથ પર, જેનો ઘણી ભાષાઓમાં અનુવાદ થયો છે.
મૂળ અંગ્રેજીમાં લખાયેલા આ પુસ્તકનો રેખા પાંડે દ્વારા થયેલો ગુજરાતી અનુવાદ રામના વનવાસ સાથે જોડાયેલા કણકણ અને જણજણની કહાની કહે છે, આ સાથે જોડાયેલી અનેક અજાણી દંતકથાઓ આપણી સમક્ષ મૂકે છે.
In Gujarat on orders over 299/-