Author : Varsha Adalaja
લેખક : વર્ષા અડાલજા
150.00
મુઠ્ઠી ઉંચેરા સર્જક વર્ષા અડાલજાની કલમે લખાયેલી એક વિશિષ્ટ નાટ્યકૃતિ.
જેલ એટલે સમાજનો એક રહસ્યમય અંધારિયો ખૂણો. જેલની કાળમીંઢ દીવાલો પાછળ થતા અત્યાચારોની વાતો ભાગ્યે જ પ્રકાશમાં આવે છે. જે સમયે ગૂગલ પણ નહોતું એ જમાનામાં લેખિકાએ મુંબઈની આર્થર રોડ જેલમાં મહામહેનતે પ્રવેશ મેળવ્યો, સ્ત્રીકેદીઓને મળ્યા. અનેક સ્ત્રોતોમાંથી માહિતીઓ એકઠી કરી એમણે જેલજીવન પરની એક અભૂતપૂર્વ, રુંવાડાં ખડા કરી દે એવી નવલકથા નામે ‘બંદીવાન’ લખી. અને એ પછી, એ જ વિષય પર રચાયું નાટક ‘આ છે કારાગાર’, જે ગુજરાતી અને મરાઠી ભાષામાં તખ્તા પર ભજવાયું. જેલમાં કેદીઓ પરના અત્યાચાર, ભ્રષ્ટાચાર અને ભાગલપુરની અંધીકરણ ઘટના અહીં તખ્તા પર આકાર લે છે. તેજાબી કથાવસ્તુ અને સબળ પાત્રાલેખનથી ઓપતું આ નાટક પુસ્તક સ્વરૂપે પહેલી વાર 1985માં આવ્યું હતું.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service