You are here: Home > Children-Young Adults > Children > Story Books with Colourful Illustrations > Adukiyo Dadukiyo Chandnagarma
Author : Jivram Joshi
લેખક : જીવરામ જોશી
180.00
200.00 10%
જીવરામ જોશીએ સર્જેલા પાત્રો ગુજરાતી બાલસાહિત્યમાં અમર બની ગયા છે. બાળકોની અતિપ્રિય જોડી એટલે અડુકિયો-દડુકિયો. કદમાં નાના, પરંતુ બુદ્ધિ અને સાહસમાં મોટા એવા અડુકિયો-દડુકિયો અવનવી જગ્યાઓની સેર કરે, અવનવા લોકોના પરિચયમાં આવે અને ચિત્રવિચિત્ર પરિસ્થિતિઓમાંથી રસ્તો કાઢે છે.
ડરનો સામનો હિંમતથી કરવો, ખોટા સામે ઝૂકવું નહીં અને સાચાનો સાથ આપવો, બળની સામે કળ વાપરવું. સૌની સાથે હળીમળીને રહેવું જેવા અનેક ગુણો ધરાવતા અડુકિયો-દડુકિયો અનેક કારનામાં કરી જીવનના સંઘર્ષમાં જીત મેળવે છે.
જીવરામ જોષીની બાળસહજ શૈલી, રંગબેરંગી ચિત્રો અને રોમાંચક કલ્પનાઓથી સભર આ વાર્તાઓ બાળકોમાં કુતૂહલ જગાડી તેમનું ભરપૂર મનોરંજન કરે છે. સાથે તેમની તર્કશક્તિ ખીલવી તેમનામાં આધારભૂત જીવન -મૂલ્યોનું સિંચન કરે છે.
અડુકિયો દડુકિયોની આ વાર્તાઓ પ્રથમ વાર સુંદર મજાના રંગીન ચિત્રો સાથે સુલભ બંને છે, જે બાળકો માટે ઉત્તમ વાચનસામગ્રી સાબિત થશે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service