You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Historical, Mythological & Spiritual Novels > Aghori Vol. 1-2 Set
Author : Mayur Kalbag
લેખક : મયુર કાલબાગ
550.00
648.00 15%
અઘોરી ભાગ – 1
સુબ્બુની સહુથી મોટી ઇચ્છા અઘોરી સાધુઓ વિશે વધુ ને વધુ માહિતી મેળવવાની છે. આ બાબાઓ ભગવાન શિવના ભક્તો હોય છે, જેઓ તેમની ગુપ્ત મંત્રવિધિઓ માટે વિખ્યાત છે અને સુબ્બુને પણ તે વિધિઓ શીખવી છે. જ્યારે તેના ગુરુ તેને હિમાલય જઈને ત્રણ મંત્રો પોતાની અંદર સમાવી લેવાની વિનંતી કરે છે ત્યારે સુબ્બુને એના માટે તક મળી જાય છે. આ મંત્રો ત્યાર બાદ તેણે પોતાના ગુરુમાં સ્થાનાન્તરીત કરવાના છે. આથી સુબ્બુ તેના જીવનની સહુથી અજોડ અને અનુભવોથી ભરપૂર સફરે નીકળી પડે છે. ‘અઘોરી – ન કહેવાયી કથા’ એ ફક્ત એક વાર્તા જ નથી, પરંતુ વાચકો માટે એક એવા ઉત્સાહપ્રેરક અભિયાન ઉપર નીકળી પડવાની તક પણ છે, જેમાં વિવિધ આધ્યાત્મિક, રોચક, અલૌકિક અને ક્યારેક ડરામણી વિધિઓમાં સામેલ થવું પડે છે.
અઘોરી ભાગ – 2
અઘોરી સાધુઓ સાથે અદ્ભુત સમય પસાર કરીને સુબ્બુ હિમાલયથી પરત આવી ગયો છે. તેની અંદર ત્રણ શક્તિશાળી મંત્રોનો પ્રવેશ કરાવી દેવામાં આવ્યો છે, હવે તેની નિકાસ કરીને સુબ્બુના પૂજ્ય ગુરુમાં તેનું હસ્તાંતરણ કરવાનું છે. અસામાન્ય પ્રાણીઓ – જેવા કે વિશાળ નાગ અને રહસ્યમયી સ્ટારફિશ જે ટેલિપથી દ્વારા સંપર્ક કરી શકે છે – અને આત્માઓ જે હસ્તાંતરણની વિધિ રોકવા માંગે છે – તેમની સાથેની મુલાકાતથી શરૂ થાય છે સુબ્બુ માટે એક અદ્ભુત અનુભવ. આ સહુથી ઉપર તેની પાસે અસામાન્ય અઘોરીઓ સાથે ચર્ચા કરવાની અવિશ્વસનીય તક પણ છે. બેસ્ટ સેલિંગ પુસ્તક અઘોરી : એક વણકહી કથાની આ આગલી કડી, આ પુસ્તક આધ્યાત્મિક રીતે પ્રેરણાદાયી સાહસોથી ભરેલું છે, જે વાચકોને ગમશે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service