You are here: Home > History, Culture, Politics & Public Administration > General History & Culture > Amaru Raktranjit Vatan ~ Our Moon Has Blood Clots
Author : Rahul Pandita
લેખક : રાહુલ પંડિતા
270.00
300.00 10% off
‘અમારું રક્તરંજિત વતન’ એ કાશ્મીરના ઇતિહાસનું એક રક્તરંજિત પૃષ્ઠ છે. 1980 ના દાયકાના અંતિમ વરસોમાં કાશ્મીર અલગાવવાદ-આતંકવાદની જ્વાળાઓથી ઘેરાવા લાગ્યું. ઇસ્લામિક આતંકવાદીઓએ સેંકડો કાશ્મીરી પંડિતોને માર્યા, રિબાવ્યા, તેમની સ્ત્રીઓ પર બળાત્કાર કર્યા, તેમની મિલકતો લૂંટી, તેમના ઘરો સળગાવવામાં આવ્યાં. આ હેવાનિયતને કારણે 1990ના દશકમાં સાડા ત્રણ લાખથી વધુ પંડિતોએ કાશ્મીરમાંથી હિજરત કરી અને પોતાના જ દેશમાં ઠેર ઠેર ભટકવા મજબૂર બન્યા. આજે ત્રણ દાયકા પછી પણ આ સમુદાય પોતાના જ દેશમાં નિરાશ્રિત બનીને જીવી રહ્યો છે. પુસ્તકના લેખક રાહુલ પંડિતા માત્ર ચૌદ વર્ષના હતા ત્યારે તેમણે પરિવાર સાથે શ્રીનગર છોડવું પડ્યું હતું. તેમણે કાશ્મીરના ઇતિહાસ, ત્યાંની લઘુમતી એવા પંડિતોની યાતનાઓ અને કાશ્મીર છોડ્યા પછીના સંઘર્ષનું વાચકને હચમચાવી મૂકે એવું વર્ણન કર્યું છે. અનેક પ્રસંશા પામેલું મૂળ અંગ્રેજી પુસ્તક ‘Our Moon Has Blood Clots’ 2013માં ક્રોસવર્ડ બુક એવોર્ડ માટે પસંદ થયું હતું.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service