You are here: Home > Inspirational, Self Help & Reflective > Business, Success & Self Help > Amazon Ni Safalatanu Rahasya ~ Success Secrets of Amazon
Author : Steve Anderson
લેખક : સ્ટીવ એન્ડર્સન
269.00
299.00 10% off
વિશ્વની મહાકાય ઈ-કોમર્સ કંપની એમેઝોને આજે વિશ્વભરનાં બજારો કબજે કર્યાં છે. જગતના ઇતિહાસમાં સૌથી વધુ ઝડપથી 100 અબજ ડોલરનો વેચાણઆંક હાસલ કરનાર કંપની એમેઝોન છે. એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ દુનિયાના તવંગર વ્યક્તિઓની યાદીમાં મોખરાનું સ્થાન ધરાવે છે. એમણે એમેઝોનની શરૂઆત એક ગરાજમાં પુસ્તકોના વેચાણથી કરી હતી અને જોતજોતામાં કરોડો પ્રોડક્ટ્સ એમેઝોન પર ઉપલબ્ધ બની. ગ્રાહકોને ગુણવત્તા સાથે ઝડપી સર્વિસ આપવામાં એમેઝોને પોતાનું લક્ષ્ય બનાવ્યું.
એમેઝોનની સફળતા પાછળના મુખ્ય 14 રહસ્યો આ પુસ્તકમાં છતા કરવામાં આવ્યા છે. બેઝોસે એમેઝોનની પ્રગતિ માટે ઉપયોગમાં લીધેલા આ 14 સિદ્ધાંતો અને વ્યૂહરચનાઓ અહીં સમજાવવામાં આવ્યા છે. એમેઝોન કઈ રીતે કામ કરે છે, ક્યાં પ્રકારના બિઝનેસ મોડેલને અનુસરે છે એની વિશદ છણાવટ કરવામાં આવી છે.
પુસ્તકના વિશેષ પરિચય માટે ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઈમેજ’ ક્લિક કરશો.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service