You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Historical, Mythological & Spiritual Novels > Anandmath*
Author : Bankimchandra Chattopadhyay
લેખક : બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય
202.00
225.00 10% off
ભારતીય સાહિત્યની સર્વોત્તમ ઐતિહાસિક કૃતિઓમાં આ નવલકથાની ગણના થાય છે. અમર થઇ ગયેલી આ કૃતિ માત્ર એક નવલકથા નથી પણ, અંગ્રેજ સામ્રાજ્યની જંજીરોમાંથી ભારતમાતાને મુક્ત કરાવવા ઝઝૂમતા ક્રાંતિવીરોની શબ્દતસ્વીર છે. બંગાળના દુકાળથી શરુ થતી આ કથા, સંન્યાસી ક્રાંતિવીરોના વિદ્રોહને મળેલી સફળતા સુધી વાચકને જકડી રાખે છે. ‘વંદે માતરમ’ ગીત આ નવલકથામાં જ સૌ પ્રથમ વખત પ્રગટ થયું અને એ સાથે જ એ ગીત અને આ કથાએ પ્રજામાં ક્રાંતિનો જબરદસ્ત જુવાળ જગાવ્યો. આ જુવાળથી ભડકેલી અંગ્રેજી હકૂમતે આ પુસ્તકને પ્રતિબંધિત કર્યું હતું.
પ્રખર રાષ્ટ્રવાદી એવા બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયનું નામ રવીન્દ્રનાથ ટાગોર પૂર્વેના ભારતીય સાહિત્યકારોમાં મોખરે છે. ઉત્તમ સાહિત્યકાર અને નીડર પત્રકાર એવા બંકિમબાબુના સર્જનની સરખામણી જગવિખ્યાત ફ્રેંચ સર્જક એલેકઝાન્ડર ડુમા સાથે પણ થતી રહી છે.
પુસ્તકનાં વિશેષ પરિચય માટે ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઇમેજ’ Zoom કરશો.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service