You are here: Home > Science, Technology & Computer > Science & Technology > Ashcharyajanak Duniya
Author : Rahul Bhole
લેખક : રાહુલ ભોળે
202.00
225.00 10% off
વિજ્ઞાનજગત, જીવન અને પૃથ્વીની આશ્ચર્યજનક અને કુતૂહલપ્રેરક ઘટનાઓ અને હકીકતોનું બયાન. આઇન્સ્ટાઇન વિશે તો સૌ જાણે છે, પણ તેમનું મગજ તેમના મૃતદેહમાંથી એક ડૉકટરે ચોરી કરી લીધું હતું તે કોઈ ટેક્સ્ટબુકમાં વાંચવા નહીં મળે! ન્યુટનના ગુરુત્વાકર્ષણના નિયમો સ્કૂલ-કૉલેજમાં ભણ્યા છીએ, પણ આ ધૂની મગજના ન્યુટને એક પ્રયોગ કરવાપોતાની જ આંખમાં સોય ઘોંચી દીધી હતી તે વાત પણ ક્યાંય વાંચવા-જાણવા નહીં મળી હોય. બહારથી નિર્દોષ લગતા વૃક્ષો પોતાના પાંદડાને ખાઈ જતા જીવડાંઓને મારવા કાવાદાવા રચે છે તો સીડાર વેકસ્વીંગ નામના પક્ષીઓ બગડેલાં ફળોની મદિરા પીને જમીન પર પીધેલી હાલતમાં મળી આવે છે! આવી તો અનેક રોચક હકીકતોનું રસપ્રદ બયાન આ પુસ્તકમાં છે. સાથે દુર્લભ તસ્વીરો પણ સામેલ છે. સ્ક્રીનપ્લે રાઇટર અને ફિલ્મ દિગ્દર્શક રાહુલ ભોળેની કલમે લખાયેલી આ સત્યકથાઓ Wikipedia કે Google પર પણ ન મળે તેવી દુર્લભ છે અને એક થ્રિલીંગ મનોરંજક પટકથા વાંચી રહ્યા હો, તેવી શૈલીમાં રજૂ કરાઈ છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service