You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Social Novels & Love Stories > Asmita
Author : Devangi Bhatt
લેખક : દેવાંગી ભટ્ટ
108.00
120.00 10% off
અઢાર વર્ષની ખડખડાટ હસતી છોકરી ચાલીસ વર્ષે કર્કશા કે કકળાટિયણ કેમ બની જાય છે તેનો ઉત્તર આ કથામાં લેખિકા શોધે છે. આ વિશિષ્ટ એવી નારીકેન્દ્રી નવલકથા એક સ્ત્રીની આત્મશોધની કથા છે. આસપાસના તમામ લોકો એની કચકચ અને રુક્ષતાથી થાકી ગયા છે. એના કર્કશ સ્વભાવે એને એકદંડિયા મહેલમાં કેદ થયેલી અણમાનીતી રાણી બનાવી દીધી છે. એક દિવસ એ રાણીને પ્રશ્ન થાય છે કે “હું મને પોતાને માનીતી છું?” અને પછી શરુ થાય છે સ્થૂળથી સૂક્ષ્મ સુધીની સફર. લેખિકાને ગુજરાત રાજ્ય સંગીત-નાટ્ય અકાદમી તેમ જ મુંબઈમાં ભવન્સ અને ચિત્રલેખા સાપ્તાહિક દ્વારા શ્રેષ્ઠ લેખનનો પુરસ્કાર મળેલો છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service