You are here: Home > Inspirational, Self Help & Reflective > Stock Market & Investment > Autobiography of A Stock ~ Gujarati
Author : Manoj Arora
લેખક : મનોજ અરોરા
276.00
325.00 15% off
છેલ્લા વરસોમાં ભારતીય સ્ટોક-માર્કેટ પ્રત્યે ઇન્વેસ્ટરોનું આકર્ષણ વધ્યું છે. શેરબજારમાં સંપત્તિ-સર્જનની ભરપૂર તકો રહેલી છે, પણ સભાનતા અને ધીરજનો અભાવ એને જોખમી સાધન બનાવે છે. આ જ કારણથી ઘણા લોકો મોટું નુકસાન કરીને ખુવાર થાય છે. સંપત્તિ-સર્જન માટે શેરબજારનો ઉપયોગ કરવાની સાચી પદ્ધતિ આ પુસ્તક શીખવે છે.
શેરબજાર અંગેના પુસ્તકોમાં જુદી જ ભાત પાડતા આ પુસ્તકમાં, અત્યંત હળવી શૈલીમાં રોકાણ અંગે સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું છે. વધુ પડતી ટેકનિકલ ભાષા વાપર્યા વિના શેરબજારની બેઝિક વાતો વિશે વિસ્તૃત સમજણ આપવામાં આવી છે. આ પુસ્તક શેરબજાર અંગેના અન્ય પુસ્તકોમાં નિરાળું છે, કારણ કે તેની પ્રસ્તુતિ વાર્તા/બોધ સ્વરૂપે, પાત્રો વચ્ચેના સંવાદ રુપે, સરળ ભાષામાં કરવામાં આવી છે, જેથી વાચકને શેરબજારની જટિલતાઓ બહુ જ સહેલાઈથી ગળે ઊતરી જાય છે. આ શૈલી પુસ્તકને રસપ્રદ બનાવે છે. મૂળ અંગ્રેજી પુસ્તક પણ તેની આ વિશેષતાઓને કારણે અત્યંત લોકપ્રિય બન્યું છે. પુસ્તકનો આ ગુજરાતી અનુવાદ પણ રસાળ છે.
***
ગોવિંદ એક યુવાન રોકાણકાર છે, જે મિસ્ટર શેર પાસે માર્ગદર્શન માટે જાય છે. મિસ્ટર શેર ગોવિંદને ઇન્વેસ્ટમેન્ટના 101 બહુમૂલ્ય બોધ આપે છે, જે સાથે શેરમાર્કેટ અંગેનાં શિક્ષણની એક અદ્દભુત સફર શરુ થાય છે. અનેક અભ્યાસોના તારણ રૂપે લખાયેલા આ 101 બોધ લાંબા ગાળે શેરબજારનો ઉપયોગ કરીને સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે કિંમતી સાબિત થશે. યેસ બેન્કની માર્કેટ વેલ્યુમાં ચડાવ-ઉતાર, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પ્રગતિ, કોવિડ મહામારીની સ્ટોક માર્કેટ પર અસરો વગેરે મુદ્દાઓ પણ આવરી લેવાયા છે. વેલ્યુ એનાલિસિસ, ફોર્મ્યુલા, ટેબલ્સ, ચાર્ટ્સ, ઉદાહરણો વગેરેનો સમજૂતી માટે ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો છે.
****
પુસ્તકનાં લેખક મનોજ અરોરા AMUમાંથી ગોલ્ડ મેડાલિસ્ટ થયેલા એક સુપ્રસિદ્ધ IT પ્રોફેશનલ છે, અને બે દાયકાથી વધુ વર્ષોની કારકિર્દી દરમિયાન એમણે વિશ્વકક્ષાની અનેક Fortune 500 કંપનીઓ જેવી કે IBM, L & T, TCS વગેરેમાં કામ કર્યું છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service