You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Social Novels & Love Stories > Barima Aakhu Aakash !
લોકપ્રિય યુવાસર્જક રામ મોરીની પિતા-પુત્રીના સંબંધો પર આધારિત, તદ્દન નિરાળો વિષય ધરાવતી સંવેદનાસભર નવલકથા.
****
નાનકડી અનિકા ડેલહાઉસીની ટેકરી પર પોતાના ઘરની બારી પર આકાશ દોરતી.
અને એક દિવસ ઘરની ત્રણ દીવાલો જુદી પડી.
સેલિબ્રેટેડ પેઇન્ટર મા કલ્યાણી શ્રોફ દિલ્હી શિફ્ટ થઈ.
આર્મીમાં સક્રિય બાબા મેજર રણજિત સિયાચીનનાં પહાડોમાં ગયા અને અનિકા દેહરાદૂનની સૈનિક બોર્ડિંગ સ્કૂલમાં.
અનિકાની નાનકડી આંખો જોતી હતી કે સૌએ પોતપોતાની બૅગમાં સામાન નહીં, અંધારું ભર્યું છે.
બધાંનાં સરનામાં બદલાયાં, પણ ઘર કોઈ પાસે ન રહ્યું!
ત્રીસ વર્ષ પછી….
સંબંધો મોબાઇલના કૅલેન્ડરમાં બર્થડે નોટ્સ અને ઓકેશનલ રિમાઇન્ડર બની ગયા ત્યારે અનિકાએ હિંમત કરી નોખા નોખા સરનામે જીવતાં મા-બાબાને વ્હૉટ્સઍપ મૅસેજથી જાણ કરી,
“હું લેસ્બિયન છું અને આ મારું સત્ય છે. આ ક્ષણે આપણી વચ્ચે શું બદલાશે એ ખબર નથી, પરંતુ તૂટવા માટેય હોવો જોઈએ એવો સંબંધ પણ ક્યાં છે આપણી વચ્ચે!”
એકલતા ઓઢીને પહાડોમાં જીવતા સિત્તેર વર્ષના બાબા મેજર રણજિત હવે નવા વાસ્તવની સમથળ ધરતી પર આવ્યા
મા કલ્યાણીને લોકલાજની ચિંતા છે ત્યારે મેજર રણજિત પાસે જાણે એક જ ઉદ્દેશ કે, “મને બીજી કશી ખબર નથી પડતી. બસ એટલું સમજાય છે કે ત્રીસ વર્ષની આપણી દીકરી એવું કહી રહી છે કે આપણે એને ઓળખતાં નથી! મારે મારી દીકરીને જાણવી છે!”
એક બાપ ઉંમરના આ પડાવે નવેસરથી પોતાની દીકરીની સેક્સ્યુઆલિટીને સમજવા મથે છે, જાણે પહાડ દરિયા પાસે આવે છે…!
આ કથા એક લેસ્બિયન દીકરી અને એના રિટાયર્ડ આર્મી ઑફિસર બાપ વચ્ચે એકબીજાંના સ્વીકાર-અસ્વીકાર કરતાં એકબીજાંને સમજવાના પ્રયત્નની વધારે છે!
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service