You are here: Home > Teacher, Student & Education > Bharatni Shaikshanik Parampara
Author : Sahana Singh
લેખક : સહના સિંહ
247.00
275.00 10% off
પ્રાચીન ભારતમાં પાંગરેલી ભવ્ય શૈક્ષણિક પરંપરાનો ભવ્ય ઇતિહાસ અને એના વિનાશની કથા કહેતું અનોખું પુસ્તક.
****
પ્રાચીન ભારતના ભવ્ય ઇતિહાસમાં, એ સમયે વિકસેલી અદ્દભુત શિક્ષણવ્યવસ્થાનો પણ સમાવેશ થાય છે કે જે સમગ્ર વિશ્વ માટે ક્રાંતિ સમાન હતી. એ એક એવો સુવર્ણકાળ હતો કે જ્યારે ભારતીયો માટે જ્ઞાનપ્રાપ્તિથી વિશેષ પવિત્ર કશું જ નહોતું.
એ વખતે માતાપિતાતુલ્ય ગુરુઓના સાંનિધ્યમાં, પ્રકૃતિને ખોળે, ચિંતનમનન, ચારિત્ર્યનિર્માણ અને ઉત્કૃષ્ટ સાંસ્કૃતિક વિચારોથી પૂર્ણ એવું મૌખિક જ્ઞાન વિદ્યાર્થીઓ પ્રાપ્ત કરતા. કાળક્રમે તક્ષશિલા, નાલંદા જેવી વિશ્વવિખ્યાત વિદ્યાપીઠોનો જન્મ થયો જેમાં અનેક પરદેશીઓ દરિયાઈ માર્ગે, પર્વતો ઓળંગીને અને પગપાળા કઠિન પ્રવાસ ખેડીને ભારતના ગુરુઓ પાસે જ્ઞાનપ્રાપ્તિ માટે આવતા. અદ્દભુત સ્થાપત્યો, ઈજનેરીકળા, નગરવ્યવસ્થાઓ, ચિકિત્સા પદ્ધતિઓ, સંસ્કારો, સંસ્કૃતિ વગેરેનો વિકાસ થયો એ તે સમયે પાંગરેલી શિક્ષણપ્રણાલીને આભારી છે.
આ અનન્ય શિક્ષણવ્યવસ્થા અંગેનું હેરતઅંગેઝ અને રસપ્રદ બયાન આ પુસ્તકમાં છે.
****
બારમી સદીમાં આ ભવ્ય વારસા પર ભીષણ પ્રહારની શરૂઆત થઈ. બખ્તિયાર ખીલજી અને તેના અનુચરો અગ્રેસર વિદ્યાપીઠોમાં ક્રૂર હિંસા આચરતા રહ્યા. લાખો હસ્તપ્રતો અને વિદ્યાપીઠોનો સમૂળગો નાશ કરવામાં આવ્યો. સેંકડો વિદ્યાર્થીઓ અને ગુરૂજનોને ક્રૂરતાપૂર્વક રહેંસી નાખવામાં આવ્યા. અને છેવટે અંગ્રેજોએ કરેલાં આર્થિક અને સામાજિક આક્રમણે આ ભારતીય શિક્ષણવ્યવસ્થા પર છેલ્લો ઘા કર્યો અને દેશના સાંસ્કૃતિક પોશાકના લીરેલીરા ઉડાડી નાખ્યા.
****
આ પુસ્તકના સર્જન પાછળ ભગીરથ પુરુષાર્થ અને પુષ્કળ સંશોધન કરવામાં આવ્યાં છે. લેખિકાએ મૌખિક ઇતિહાસ, સ્થાનિક લોકવાયકાઓ, પ્રવાસવર્ણનો, અભિલેખો, હસ્તપ્રતો, અહેવાલોનું સંકલન કરીને સમગ્ર માહિતી પ્રસ્તુત કરી છે. આ શિક્ષણપ્રણાલીના સુવર્ણકાળથી તેના ધ્વંસ સુધીના કાળક્રમને આવરી લેતાં આ પુસ્તકમાં અત્યારના શિક્ષણમાળખામાં પ્રાચીન વ્યવસ્થાનાં મહત્વપૂર્ણ પાસાઓને કઈ રીતે વણી શકાય એની રૂપરેખા પણ આપે છે. કેટલીક ઐતિહાસિક તસ્વીરો પણ સામેલ છે.
****
પુસ્તકનાં વિશેષ પરિચય માટે ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઇમેજ’ zoom કરશો.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service