You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Historical, Mythological & Spiritual Novels > Corporate Sadhu ~ Corporate Monk
Author : Anju Sharma
લેખક : અંજુ શર્મા
180.00
200.00 10% off
આપણા વર્તમાન જીવનને સ્પર્શતી એક વિશિષ્ટ અને નોંધપાત્ર નવલકથા. મૂળ અંગ્રેજી પુસ્તક ‘Corporate Monk’ બેસ્ટસેલર હતું. લેખકે મનોવિજ્ઞાન અને અધ્યાત્મનાં વિવિધ પાસાંનોનો વિશદ અભ્યાસ કરીને આ પુસ્તકનું સર્જન કર્યું હતું. તેઓ એક IAS અધિકારી છે અને મેનેજમેન્ટ અને તત્વજ્ઞાનનો ઊંડો અભ્યાસ ધરાવે છે.
ટેકનોલોજીના આ જમાનામાં અને ભાત-ભાતની ધંધાકીય પ્રવૃત્તિમાં માણસની અંદરની અશાંતિ ખૂબ વધી ગઈ છે. વ્યવસાય અને કારકિર્દીની અપરંપાર ગૂંચવણો અને ગળાકાપ હરીફાઈ વચ્ચે આ માનસિક અશાંતિમાં સતત વધારો થતો જ રહે છે. ક્યારેક કૌટુંબિક પ્રશ્નો આગમાં ઘી રેડવાનું કામ કરે છે.
કથાના ત્રણ પાત્રો આવીજ પરિસ્થિતિમાંથી ‘સ્વ’ની ખોજમાં આગળ વધે છે અને આધ્યાત્મિક ઊંચાઈ પ્રાપ્ત કરે છે તેની રોચક યાત્રાનું વર્ણન છે. તેમનો જીવન-પ્રવાસ, તેમના આંતર-જગતની શોધ, પોતાની જાત અને અન્યો સાથેના સંવાદની આ કથા છે. કથાના આ પાત્રો Spiritual Intelligence ના સિદ્ધાંતોનો અમલ કરીને સંપત્તિમાંથી શાણપણ, અંધારાથી અજવાળા તરફનો પ્રવાસ કરે છે અને આપણને જીવનનો એક મહત્વનો બોધ શીખવે છે.
પુસ્તકના વિશેષ પરિચય માટે ઉપર આપેલી પુસ્તકની બેક ઈમેજ zoom કરશો.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service