You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Thrillers & Mysteries > Dracula
Author : Bram Stoker
લેખક : બ્રામ સ્ટોકર
467.00
550.00 15% off
વિશ્વના હોરર સાહિત્યનું માઈલસ્ટોન સમાન પુસ્તક એટલે ''''ડ્રેક્યુલા''''. આ પુસ્તક અને પાત્ર પરથી અનેક ફિલ્મો બની છે તેમ જ વિશ્વની અનેક ભાષાઓમાં તેના અનુવાદ થયા છે. ભય, રહસ્ય અને અંધકારમય વાતાવરણનો અનોખો અને અદ્દભુત સમન્વય ધરાવતાં આ પુસ્તકને વિશ્વસાહિત્યની એક બેજોડ કૃતિ ગણવામાં આવે છે.
બ્રામ સ્ટોકરનાં આ પુસ્તકે આધુનિક વેમ્પાયરની કલ્પનાનો પાયો નાખ્યો. વેમ્પાયરની કલ્પના કરી જે કોઈ પુસ્તકો, ફિલ્મો અને સિરિયલ બને છે, તેના પાયામાં આ પુસ્તક છે. કાઉન્ટ ડ્રેક્યુલા વિશ્વના સૌથી વધુ ઓળખાતા ખતરનાક કાલ્પનિક પાત્રોમાંનું એક બની ગયું છે. ફિલ્મો, ટીવી શો, કોમિક્સ, રમતો અને અન્ય કલા સ્વરૂપોમાં તેના અસંખ્ય રૂપાંતરણો થયા છે.
આ પુસ્તકની સૌથી આગવી વિશિષ્ટતા એની રજૂઆત છે. પુસ્તકની રજૂઆત પરંપરાગત નવલકથાના સ્વરૂપમાં થઈ નથી. વાર્તા સીધી રીતે કહેવાને બદલે પત્રો, ડાયરીની નોંધો, અખબારના લેખો, જહાજની લોગબુક અને ધ્વનિમુદ્રિત નોંધો (ફોનોગ્રાફ રેકોર્ડિંગ્સ) દ્વારા રજૂ કરવામાં આવી છે.
વાચક કોઈ એક સર્વજ્ઞ કથાકાર પર આધાર રાખવાને બદલે, જાણે પોતે જ પુરાવા એકઠા કરીને સત્ય સુધી પહોંચવાનો પ્રયાસ કરતો હોય તેવો અનુભવ કરે છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service