You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Historical, Mythological & Spiritual Novels > Hitlar - Hitler
Author : Navin Vibhakar
લેખક : નવીન વિભાકર
270.00
300.00 10% off
હિટલર એટલે જગતના ઇતિહાસનો સૌથી વધુ ક્રૂર સરમુખત્યાર. જર્મનીને પહેલા વિશ્વયુદ્ધમાં મળેલાં કારમા પરાજયનો બદલો લેવાના છૂપા ઈરાદા સાથે સત્તા પર આવેલા હિટલરે, પૂરી દુનિયાને બીજા વિશ્વયુદ્ધમાં ધકેલી દીધી. નાનપણમાં પોતાને થયેલા અન્યાય માટે સમગ્ર યહુદી પ્રજાને જવાબદાર ગણતા હિટલરે પૃથ્વી પરથી યહુદીઓનું નામોનિશાન મિટાવી દેવાનું નક્કી કર્યું હોય એ રીતે વીણીવીણીને અંદાજે 60 લાખ યહુદીઓને 1941થી 1945 દરમિયાન મોતને ઘાટ ઉતારી દીધા. નવાં-નવાં શસ્ત્રોની શોધ હોય કે કેદીઓને યાતના આપવાની નવી ટેક્નિક્સ – દરેક મોરચે દુનિયાને ઝુકાવવાનું એક બેહદ ભયાનક ષડ્યંત્ર રચવામાં આવ્યું. નરરાક્ષસ હિટલરે ઊભાં કરેલાં વિશ્વયુદ્ધની યાતાનાઓના જખમ ભરાય એ માટે માનવજાતે સદીઓ સુધી રાહ જોવી પડશે.
સંસારના સૌથી મોટા સરમુખત્યારે માનવતા સામે છેડેલા જંગની આ ખોફનાક કથા છે. એડોલ્ફ હિટલરના ઉદય, અસ્ત અને અંજામની આ કથા વાંચતા જ રુંવાડા ખડા થઇ જશે, કંપારી છુટશે...
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service