You are here: Home > History, Culture, Politics & Public Administration > General History & Culture > Humankind Manavjatino Ashavadi Itihas ~ HUmankind : A Hopeful History
Author : Rutger Bregman
લેખક : રુત્ખેર બ્રેખ્માન
539.00
599.00 10% off
મનુષ્ય સ્વાર્થી હોવાની પરંપરાગત માન્યતાને પડકાર ફેંકતાં આ પુસ્તકમાં માનવજાતિના ઈતિહાસમાંથી એવાં હકારાત્મક તથ્યો ખોળીખોળીને પ્રસ્તુત કરવામાં આવ્યા છે કે જે આપણને મનુષ્યજાતિનાં ભવિષ્ય અંગે જુદા જ દ્રષ્ટિકોણથી વિચારવા પ્રેરે છે. પુસ્તકમાં અનેક અણજાણ્યા એવાં ઐતિહાસિક પ્રસંગો, બનાવો સમાવેશ પામ્યા છે, જે પુસ્તકને વધુ રસપ્રદ બનાવે છે. મનુષ્ય સ્વભાવગત જ સ્વાર્થી, લાલચી અને પાપી હોવાની દલીલોને ઐતિહાસિક અને દાર્શનિક પુરાવાઓને આધારે લેખકે નકારી છે. આ પુસ્તક આપણને વધુ સારા વિશ્વની રચના માટે કરવા પ્રેરે છે અને ઉજ્જવળ ભવિષ્ય માટે આશાવંત બનાવે છે.
ગહન અભ્યાસ અને સંશોધનો બાદ જહેમતપૂર્વક સર્જન પામેલાં આ પુસ્તકને દુનિયાભરના વિદ્વાનો અને વાચકોએ વધાવ્યું છે.
લેખક રુત્ખેર બ્રેખ્માન જાણીતા ઇતિહાસકાર-લેખક છે અને યુરોપના પ્રતિષ્ઠિત વિચારકોમાંના એક ગણાય છે. એમનું અન્ય એક પુસ્તક Utopia for realists ‘ન્યૂયોર્ક ટાઈમ્સ’ અને ‘સન્ડે ટાઈમ્સ’ની બેસ્ટસેલર પુસ્તકોની યાદીમાં સ્થાન પામી ચૂક્યું છે અને અત્યાર સુધી 32 ભાષામાં અનુવાદિત થયું છે.
આ અનોખાં પુસ્તક અંગે કેટલાંક અભિપ્રાયો વાંચવા માટે ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઇમેજ’ zoom કરશો.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service