You are here: Home > Inspirational, Self Help & Reflective > Inspirational Reflective Writings & Lyrical Essays > Ikigai
Author : Raj Goswami
લેખક : રાજ ગોસ્વામી
293.00
325.00 10% off
ઇકિગાઈ એટલે લાંબા અને સુખી જીવન માટેની જાપાનીઝ જીવન પદ્ધતિ, જેણે દુનિયાભરના લોકોનું ધ્યાન ખેંચ્યું છે. હેક્ટર ગાર્સિયાએ લખેલું આ જ નામનું અંગ્રેજી પુસ્તક અત્યારે વેચાણના શિખરો સર કરી રહ્યું છે. વિશ્વભરમાં Fastest Growing Idea તરીકે લોકપ્રિય થયેલા આ કોન્સેપ્ટ ઇકિગાઈનું, ભારતીય સંસ્કૃતિ અને વિચારધારાને સાંકળીને તૈયાર કરાયેલું એક અનોખું પુસ્તક. ‘તનદુરસ્ત’ અને ‘મનદુરસ્ત’ જીવનનું રહસ્ય. સદીઓ પહેલાંના ભારતીય ઋષિમુનિઓ ૧૦૦ વર્ષ ઉપરાંતનું લાંબુ, સુખી અને સ્વસ્થ જીવન જીવતા હતા. પણ શું આજે એ શક્ય છે? હા, શક્ય છે! જાપાનમાં એક ટાપુ છે, ઓકિનાવા. અહીં આજે પણ ૧૦૦ વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિઓ આનંદમાં જીવી રહી છે! શું છે એ લોકોના લાંબા, સુખી અને સ્વસ્થ જીવનનું Secret? એ જાદુઈ અને અનોખું રહસ્ય છે – ઇકિગાઈ. ઇકિગાઈ એટલે ‘જીવનનો ઉદ્દેશ્ય’. જાપાનીઝ લોકો જ્યારે દુ:ખી હોય છે ત્યારે ખુદને જ પૂછતાં હોય છે કે, ‘ક્યાં ગઈ મારી ઇકિગાઈ?’ કારણ કે તે લોકો જાણે છે કે સુખ બહારથી નહીં, પણ પોતાની અંદરથી જ શોધવાનું હોય છે. ઇકિગાઈના વિચારો વિશ્વભરમાં Fastest Growing Idea તરીકે ફેલાઈ રહ્યા છે. તમે ભલે કોઈ પણ ઉંમરનાં હો, અથવા ભલે કોઈ પણ વ્યવસાય કે ધર્મ સાથે જોડાયેલાં હો – આ પુસ્તક તમારાં જીવનની Unique સમજણ માટે Must Read છે. ભારતીય સંસ્કૃતિનો ‘નિરામય દીર્ઘાયુ’નો ખોવાઈ ગયેલો વિચાર - આપણને જાપાનીઝ ઇકિગાઈ સ્વરૂપે હવે પાછો મળ્યો છે. ઇકિગાઈને - ભારતીય સંસ્કૃતિ, રીતિ-રિવાજો, વિચારધારામાં ઢાળીને આપણી ભાષામાં લાવનાર સમર્થ સર્જક અને પત્રકાર રાજ ગોસ્વામીનું આ પુસ્તક તમને ‘તમારું સુખ’ શોધવા માટે ચોક્કસ મદદ કરશે. તો, તમે પણ તમારી ઇકિગાઈ શોધો અને જીવનભર `ઍક્ટિવ’ રહો.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service