You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Historical, Mythological & Spiritual Novels > Kranti
Author : Navin Vibhakar
લેખક : નવીન વિભાકર
247.00
275.00 10% off
૧૯૪૨ એ વર્ષ હતું જયારે હિન્દુસ્તાન બે તદ્દન વિરોધાભાસી વિચારધારાઓ વચ્ચે અટવાયું હતું. એક બાજુ મહાત્મા ગાંધીની અહિંસક લડત હતી અને બીજી તરફ સુભાષચંદ્ર બોઝની આઝાદ હિન્દ ફોજ. એ જ દિવસોમાં બર્મામાં પણ સ્વાતંત્ર્યની લડાઈ ચાલુ હતી. બર્મામાં અંગ્રેજોની સત્તાને નેસ્તનાબૂદ કરવા ત્યાંના તત્કાલીન જનરલ ઓન્ગ સાને જાપાનની મદદ માંગી. પણ, એ મદદ એમને મોંઘી પડી. અંગ્રેજો ગયા અને જાપાનીઓ ઘૂસ્યા એવો ઘાટ થયો. આ સમગ્ર ઘટનાક્રમમાં આઝાદ હિન્દ ફોજનાં સૈનિકો કેવો ભાગ ભજવે છે, તેમની ગુપ્તચર પ્રવૃતિઓ, ઓન્ગ સાન અને સુભાષબાબુનાં સંબંધો વગેરેનો તો જુદો જ ઇતિહાસ છે.
આઝાદ હિન્દ ફોજ બર્મામાંથી ખસી જતાં ત્યાં રહેતા ભારતીય હિજરતીઓને બર્માથી ભારત આવતા કેવી હાડમારીઓનો સામનો કરવો પડ્યો એની સત્યઘટનાઓના આધારે લખાયેલી રસપ્રદ ઐતિહાસિક નવલકથા.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service