You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Thrillers, Mysteries & Science Fiction > Mind Tunnel
Author : Jigar Sagar
લેખક : જિગર સાગર
315.00
350.00 10%
શું એવું શક્ય બને કે માણસ મરતાં પહેલાં પોતાનાં વિચારો, આદતો અને સ્વભાવ અન્ય કોઈ માણસમાં પ્રસ્થાપિત કરી પોતાને પરોક્ષ રીતે જીવંત રાખી શકે? આ જ કેન્દ્રવર્તી વિચાર પર આધારિત આ નવલકથા ભૌતિકવિજ્ઞાનનાં અત્યાધુનિક એવા માઇન્ડ ટનલના કૉન્સેપ્ટને ઉજાગર કરે છે. નૉર્વેના ઉત્તરમાં સ્થિત શહેર સ્વાલબાર્ડમાં એક દિવસ અચાનક ભૂકંપના આંચકા અનુભવાય છે. પ્રથમ દૃષ્ટિએ કુદરતી લાગતા આ આંચકા ભૌતિકવિજ્ઞાનના ભારતીય મૂળના તેજસ્વી વિદ્યાર્થી નિયોને માનવસર્જિત જણાય છે. થોડા સંશોધન બાદ તેને સમજાય છે કે ખતરનાક વૈજ્ઞાનિક ટૉમ ઉત્તર ધ્રુવના પર્વતીય વિસ્તારમાંથી ચુંબકીય ક્ષેત્ર સર્જી સમગ્ર નૉર્વેને હચમચાવી નાખવા માગે છે. પોતાના દેશને બચાવવા નિયો પહોંચી જાય છે ટૉમે રચેલી કૃત્રિમ ચુંબકીય દુનિયામાં. મૃત્યુના દ્વારે ઊભેલો વૃદ્ધ ટૉમ નિયોને પોતાના વશમાં કરી માઇન્ડ ટનલ દ્વારા પોતાના દિમાગનો સમગ્ર ડેટા નિયોમાં ટ્રાન્સફર કરી પોતાને નિયોમાં જીવંત કરી મૂકે છે. અને શરૂ થાય છે વિજ્ઞાનથી વિનાશ વહોરવા માગતા સનકી વૈજ્ઞાનિક અને તેનાથી દુનિયાને બચાવવા માગતા યુવાન વચ્ચે સંઘર્ષ. શું નિયો ટોમની આ જાળમાંથી છૂટી પોતાના દેશને બચાવી શકશે?
ચુંબકીય આકર્ષણોના નિયમો પર આધારિત આ વિજ્ઞાનકથા ક્વૉન્ટમ ફિઝિક્સના અત્યાધુનિક અને અનોખા વિશ્વમાં લઈ જાય છે. વિજ્ઞાનની પૃષ્ઠભૂમિ પર આધારિત આ કથામાં પ્રણયત્રિકોણ, મિત્રતા, માતૃપ્રેમ, દેશપ્રેમ અને બલિદાન જેવાં સંવેદનો પણ ગૂંથાયેલાં છે જે કથાને વધુ આસ્વાદ્ય બનાવે છે. દરેક પ્રકરણે આવતા અવનવા વળાંકો વાચકને જકડી રાખે તેવા છે. સ્થળોનું વર્ણન અને વિજ્ઞાનના અવનવા આવિષ્કારોનું સૂક્ષ્મ નિરૂપણ કથાને વધુ વાસ્તવિક બનાવે છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service