You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Historical, Mythological & Spiritual Novels > Mrutyunjay ~ MahaAsur Series Vol. 1
Author : Parakh Bhatt
લેખક : પરખ ભટ્ટ
449.00
499.00 10% off
ગુજરાતી ભાષાની સર્વપ્રથમ મોડર્ન માયથોલોજિકલ થ્રિલર અને રીલિઝ પહેલાં જ બહુચર્ચિત થયેલી મહાઅસુર શ્રેણીનો પહેલો ભાગ.
***************
આરંભ થવા જઈ રહ્યું છે, કળિયુગનું અંતિમ મહાયુદ્ધ!
પુરાણો જણાવે છે કે સતયુગ, ત્રેતાયુગ અને દ્વાપરયુગની સરખામણીએ કળિયુગમાં જન્મ લેવા જઈ રહેલો મહા-અસુર સૌથી વધુ બળશાળી અને અજેય હશે. ત્રિપુરાસુર, ભસ્માસુર, બલિ, રાવણ, કંસ, મેઘનાદ, કુંભકર્ણ પણ જેની સમક્ષ વામન સાબિત થાય એવો આ મહા-અસુર આખરે ક્યાં જન્મ લેશે? શું છે એ રહસ્ય, જે હજારો વર્ષથી કાળખંડમાં દફન છે? એવી કઈ ઘટના આકાર પામી રહી છે, જે સમષ્ટિમાં પ્રલય લાવી શકવા માટે સક્ષમ છે?
**************
સાતમા મનવંતરના સતયુગમાં થયેલી એક ખૌફનાક ભવિષ્યવાણી, જે કળિયુગમાં શાપ બનીને સમસ્ત બ્રહ્માંડ માટે પ્રલયકારી બનવા જઈ રહી છે!
મુંબઈના બિઝનેસ ટાઇકૂન વિવાન આર્યના પૂર્વજો એમની પાછળ એક એવું રહસ્ય મૂકતાં ગયા છે, જેનો સીધો સંબંધ મહાભારતકાળ સાથે છે! ભારતના જાણીતાં આર્કિયોલોજિસ્ટ સુધીર આર્યનું કાળી ચૌદશની અંધારી રાતે ભુદી મૃત્યુ નિપજે છે. એમના અગ્નિસંસ્કાર માટે મુંબઇથી રાજકોટ આવી પહોંચેલા, મલ્ટીનેશન કંપનીઓના ફાઉન્ડર – બિઝનેસ ટાઇકૂન અને એમના વારસદાર વિવાન આર્ય સાથે એક પછી એક એવી ઘટનાઓ બનતી જાય છે, જે તેને લાખો વર્ષથી ચાલી રહેલાં સમયના વિષચક્રમાં ઉંડો ઉતરવા માટે મજબૂર કરી દે છે !
એ કઇ દિવ્ય કડી છે ... જે આર્યાવર્ત, આરબ ભૂમિ અને સોમનાથને એકબીજા સાથે સાંકળે છે ? શું છે એ ખૌફનાક ભવિષ્યવાણી, જે કળિયુગના વહેણને બદલવાની ક્ષમતા ધરાવે છે ?
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service