You are here: Home > Child Care & Pregnancy > Child Psychology & Parenting > Neuro Marg - Nyuro Marg
Author : Vishal Bhadani
લેખક : વિશાલ ભાદાણી
149.00
180.00 17%
ખાસ નોંધ : પુસ્તક અંદાજે 18થી 20 ઓક્ટોબર દરમિયાન રિલીઝ થશે. ત્યાર બાદ રવાનગી કરવામાં આવશે. અત્યારે આપ 17 % વળતરથી પુસ્તક PRE-ORDER કરી શકશો.
****
✒️📚ગુજરાતીમાં આ પ્રકારનું આ પ્રથમ પુસ્તક છે.✒️📚
વાલીઓ અને શિક્ષકો માટે ન્યુરોલોજીના સિદ્ધાંતો પ્રમાણે લખાયેલું બાળકેળવણી પરનું ગુજરાતી ભાષાનું પ્રથમ પુસ્તક એટલે જાણીતા કેળવણીકાર અને સંશોધક ડો. વિશાલ ભાદાણી દ્વારા લિખિત, 🪷*ન્યૂરો-માર્ગ: બાળકેળવણીનો એક્સપ્રેસ-વે.*🪷
શું તમને ક્યારેય આવા પ્રશ્નો થાય છે કે બાળકને ભણવાનો કંટાળો કેમ આવે છે? અથવા તો ''''''''સ્લો લર્નર'''''''' બાળકોને કેવી રીતે શીખવવું? કિશોરો વ્યસન તરફ કેમ વળે છે? હોર્મોન્સની કેળવણી પર કોઈ અસર ખરી? કે પછી સારા માર્ક્સ લાવનાર વિદ્યાર્થીની વિચારશક્તિ કેમ ખીલતી નથી? આ એવા પ્રશ્નો છે જેની સામે આપણે દાયકાઓથી લડી રહ્યા છીએ પરંતુ કોઈ નક્કર ઉકેલ મળતાં નથી. આ પુસ્તક એક આશાનું કિરણ લઈને આપણી સામે આવ્યું છે. બાળઉછેર અને બાળકેળવણીને વધુ વૈજ્ઞાનિક અને સચોટ બનાવતું આ પુસ્તક વાલીઓને શિક્ષકોને બ્રેઈન સાયંસની પ્રેક્ટિકલ બાબતો શીખવે છે. ‘ન્યુરો-માર્ગ’ દ્વારા શ્રી વિશાલભાઈ ભાદાણીએ ન્યુરોસાયંસ અને કેળવણીનો અનુબંધ સાધીને ગુજરાતી પ્રજાને એ સુંદર અને ઉપયોગી માર્ગ ચીંધ્યો છે.
ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉ. ટી. એસ. જોષીના મતે “આ એક ક્રાંતિકારી પુસ્તક છે.”
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service