You are here: Home > Children-Young Adults > Children > Story Books with Colourful Illustrations > Parakrami Tenaliram
Author : Yogesh Joshi
લેખક : યોગેશ જોષી
180.00
200.00 10%
બાળસાહિત્યમાં અનન્ય સ્થાન પામનાર વાર્તાઓ એટલે તેનાલીરામની વાર્તાઓ.
પોતાના બુદ્ધિચાતુર્ય અને હિંમતથી રાજદરબારમાં સ્થાન પામનાર યુવાન બ્રાહ્મણ તેનાલીરામ રાજ્ય અને રાજાને વફાદાર તો છે જ, પરંતુ પોતાની વિવેકબુદ્ધિ, કોઠાસૂઝ અને સમયસૂચકતાથી દરેક પ્રકારનાં સંકટમાંથી રાજા અને રાજ્યને ઉગારે પણ છે. વળી તેનાલીરામનાં પરાક્રમો દેશ-વિદેશમાં રાજ્યને ગર્વ અને પ્રસિદ્ધિ પણ અપાવે છે.
સાચું બોલવાની હિંમત, વફાદારી અને હાજરજવાબી જેવા ગુણો ધરાવતા તેનાલીરામ દરબારીઓ માટે ભલે ઈર્ષાનું કારણ બને, પરંતુ રાજા અને પ્રજાના હૃદયમાં સ્થાન પામે છે.
જીવનમાં આવતી અનેક કસોટીઓમાંથી પાર ઊતરવાના રસ્તા શોધતા તેનાલીરામ અને તેમની વાતો બાળકોને રમૂજની સાથે બુદ્ધિમત્તા અને નીતિમત્તાના પાઠ ભણાવે છે. QR દૃશ્ય-શ્રાવ્ય ફીચરથી સજ્જ 12 વાર્તાઓ બાળકો વાંચી પણ શકશે અને પોતાના મનગમતા ડિવાઇસ પર જોઈ અને સાંભળી પણ શકશે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service