You are here:  Home  >   Fiction : Novels & Short Stories   >   Novels   >   Social Novels & Love Stories   >   Paying Guest

  • Paying Guest

    Click image to zoom

Paying Guest

Author : Dhirubahen Patel

પેઈંગ ગેસ્ટ

લેખક : ધીરુબહેન પટેલ

 337.00    
 375.00   10%

  Add to Cart

About this Book: Paying Guest (પેઈંગ ગેસ્ટ)


મુંબઈમાં રોટલો મળે પણ ઓટલો ન મળે.‌ આ કહેવતને તાદૃશ કરતી નવલકથા એટલે પેઇંગ ગેસ્ટ.

એક કાર્ટૂનિસ્ટ‌ નવયુવાનનું સપનું મહાનગર મુંબઈમાં કારકિર્દી બનાવવાનું છે. મુંબઈના એક અખબારમાં તેને નોકરી મળી જાય છે અને એક નાના કુટુંબમાં પેઇંગ ગેસ્ટ તરીકે રહેવાનું શરૂ કરે છે. પરંતુ ધીમે ધીમે તેની આસપાસ સમસ્યાઓની માયાજાળ રચાતી જાય છે. બુદ્ધિશાળી યુવાન એક સમસ્યામાંથી ઊગરવાની તરકીબ તો શોધી કાઢે છે, પણ એ તરકીબ એના માટે બીજી સમસ્યા ઊભી કરી આપે છે. આ જ પરિસ્થિતિમાંથી નીપજતું જાય છે ખડખડાટ હાસ્ય.

પ્રેમમાં પડેલી મકાનમાલિકની દીકરીની બકબક, ઑફિસના લોકો સાથે રોજ થતી ચકચક, મિત્રને મદદ કરવા જતાં ઊભી થતી તાણ અને લગ્ન માટે પરિવાર તરફથી થતું દબાણ, અને આ બધાની વચ્ચે અજાણતાં જ થઈ ગયેલો પ્રેમ...

આ દરેક ઘટનાનું ધીરુબહેનની શૈલીમાં થયેલું વર્ણન સમગ્ર નવલકથામાં હાસ્યની છોળો ઉડાડતું રહે છે. અને આ હાસ્યની વચ્ચે મુંબઈ જેવા મહાનગરમાં પેટિયું રળવા આવતા લોકોની હાડમારી અને વેદનાને વ્યંગનો રંગ ચડાવી ધીરુબહેને કથાને સાર્થક બનાવી છે. વિવિધ પ્રકારનાં બહુભાષી પાત્રો સાથે આકાર લેતી આ કથા મુંબઈની જીવનશૈલી‌ અને મિજાજનું આબાદ પ્રતિબિંબ ઝીલે છે. ભારે સંજોગો વચ્ચે સહજ રીતે નીપજતી રમૂજ આ કથાની વિશેષતા છે. હળવી શૈલીમાં કહેવાયેલી આ વાર્તાની પાછળ મુંબઈ જેવા નગરમાં પેઇંગ ગેસ્ટ તરીકે રહેતા લોકોની છાની વ્યથા પણ રહેલી છે. સંજોગોની આંટીઘૂંટી અને શહેરની બદલાતી તાસીરને સ્વીકારીને તેની સાથે જીવવાની મજા માણવાની વાત કરતી આ નવલકથા આબાલવૃદ્ધ દરેકને હસાવી જાય તેવી છે.



Details


Title:Paying Guest

Publication Year: 2026

First Edition : 1998

ISBN:0000

Pages:224

Binding:Paperback

Language:Gujarati

Sub Category: Novels


Icon

Free Shipping

In Gujarat on orders over 299/-

Icon

Express Courier Service

You may also like

Roshi

Roshi

Nimitt Oza (Dr)     450.00
BuyDetails

Roshi

350.00    450.00
The System

The System

Paresh Bhatt     425.00
BuyDetails

The System

380.00    425.00
Gunaono Devta ~ Gujarati translation of Gunhao Ka Devta

Gunaono Devta ~ Gujarati translation of Gunhao Ka Devta

Dharmvir Bharti     349.00
BuyDetails

Gunaono Devta ~ Gujarati translation of Gunhao Ka Devta

300.00    349.00
12 Varsh ~ 12 Years

12 Varsh ~ 12 Years

Chetan Bhagat     450.00
BuyDetails

12 Varsh ~ 12 Years

380.00    450.00