You are here: Home > Children-Young Adults > Children > Story Books with Colourful Illustrations > Pethapurna Mafakaka
Author : Maulin Shah (Dr)
લેખક : મૌલીન શાહ (ડૉ.)
360.00
400.00 10%
ઉત્તર ગુજરાતનું પેથાપુર ગામ અને તેના સરપંચ એટલે લાંબી ભરાવદાર મૂછો, માથે ફાળિયું અને સફેદ ઝભ્ભામાં સજ્જ મફાકાકા.
હરિયાળાં ખેતરો અને નિખાલસ લોકોથી વસેલા પેથાપુરમાં અવારનવાર કોઈ ને કોઈ સમસ્યા ઊભી થાય અને બળદેવ, છગન, અમથો અને મોતી જેવા ગ્રામજનો હળીમળીને તેનો ઉકેલ લાવે. સાથે વ્યવહારુ અને સુશીલ એવાં મફાકાકાનાં પત્ની રમલીબૂન અને ચતુર બાળકો ઝમકૂડો અને ઝમકૂડી પણ જોડાય. ક્યારેક વાછરડાને ઉપાડી જતા દીપડાને પાંજરે પૂરે, ક્યારેક ચોરને પકડે, ક્યારેક ગામમાં મેળાનું આયોજન કરે, ક્યારેક ક્રિકેટ મૅચ રમે. ગામની ભાગોળે કે વડલા નીચે ભેગા મળી, ચાની ચુસકીઓ મારતા અને વારેતહેવારે અવનવાં ભોજનની જિયાફત ઉડાવતા પેથાપુરના લોકોની આ વાર્તાઓમાં ગ્રામ્યજીવનની ખાટીમીઠી વાતો સાથે કુટુંબભાવના અને લોકજીવનનો રણકો પણ છે.
રમૂજી શૈલી અને ઉત્તર ગુજરાતની તળપદી ભાષામાં કહેવાયેલી આ રંગીન સચિત્ર વાર્તાઓ બાળકોને ખડખડાટ હસાવી તેમનું ભરપૂર મનોરંજન કરે છે. સાથે જીવનઘડતરના અમૂલ્ય પાઠ પણ શીખવાડી જાય છે. ખોટું ન બોલવું, ડરનો સામનો હિંમતથી કરવો, કોઈ વ્યક્તિ નાની નથી હોતી, ખોટા વાયદા ન કરવા જોઈએ, અંધશ્રદ્ધાથી દૂર રહેવું જોઈએ જેવા અનેક સંદેશા આપતી આ વાર્તાઓ બાળકોનું જીવનઘડતર કરી તેમનામાં તર્કશક્તિ અને કલ્પનાશક્તિ પણ ખીલવે છે. ઇન્ટરનેટના યુગમાં ઊછરી રહેલી પેઢીને સીધી સલાહ આપવાને બદલે આ વાર્તાઓ રસપ્રદ વાતો દ્વારા આડકતરી રીતે સુંદર સંદેશ આપી આલ્ફાપેરન્ટિંગનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. બેડટાઇમ સ્ટોરીઝનું સ્થાન પામતી આ વાર્તાઓ બાળકો સાથે સ્નેહ અને સંવાદનો એક મજબૂત સેતુ બાંધી આપશે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service