You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Bravery & Adventure > Project Lion
Author : I K Vijaliwala (Dr)
લેખક : આઈ કે વીજળીવાળા (ડો)
135.00
150.00 10% off
લોકલાડીલા સર્જક ડૉ. આઈ.કે. વીજળીવાળા તદ્દન વિશિષ્ટ વિષયો પરની નવલકથાઓ માટે જાણીતા છે.
એશિયાઈ સિંહોના એકમાત્ર નિવાસસ્થાન ગિરના જંગલમાં માનવીય ગતિવિધિઓ, ગેરકાયદે ખનનપ્રવૃત્તિ, વસવાટ અને લાયન શો, રેલ્વે ટ્રેક્સ વગેરે સિંહોના જીવનમાં માનવીએ કરેલો ક્રૂર હસ્તક્ષેપ છે. આ તમામથી અકળાઈને સિંહોના માનસમાં હિંસક ફેરફારો આવશે ત્યારે એવી પરિસ્થિતિ જન્મશે કે ગિરમાં સિંહ અને માણસનું સહઅસ્તિત્વ જે સદીઓથી ટકેલું છે તે નષ્ટ થશે અને ગિરમાં આ બેમાંથી કોઈ એક જ રહી શકશે. અત્યંત નિરાળો વિષય ધરાવતી આ નવલકથામાં સિંહોમાં આવા ફેરફારો થાય છે અને એના શા પરિણામો આવે છે એ દર્શાવ્યું છે. પરિસ્થિતિના સામના માટે ‘પ્રોજેક્ટ લાયન’ અમલમાં મૂકવામાં આવે છે. પ્રકૃતિ સાથે ચેડાં કરવાથી કેવાં ભયાનક દુષ્પરિણામો ભોગવવા પડે તે વિશે ઘણું લખાઈ ચૂક્યું છે અને ફિલ્મો પણ બની છે. આપણાં જ પોતીકા ગિરનાં જંગલ અને તેના રાજાને કેન્દ્રમાં રાખીને લખાયેલી, અનેક રસપ્રદ ઘટનાઓથી ભરપૂર એવી આ કલ્પનાકથા આ જ વિષય પર વધુ પ્રકાશ પાડે છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service