You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Novels from Indian Languages > Raatbhar Varsad
Author : Buddhadeva Basu
લેખક : બુદ્ધદેવ બસુ
202.00
225.00 10% off
શ્રી બુદ્ધદેવ બસુ (૧૯૦૮-૧૯૭૪)ની બંગાળી નવલકથા, ‘રાત ભરે વૃષ્ટિ’, ૧૯૬૭માં પ્રગટ થઈ. અશ્લીલતાના આરોપને કારણે નીચલી કોર્ટે તેને વિતરણ અટકાવ્યું એટલું જ નહીં પણ તેની હસ્તપ્રતનો પણ નાશ કરવાનો હુકમ કર્યો. હાઈકોર્ટે આ નિર્ણયને રદ કરીને નવલકથાને અશ્લીલતાના આરોપમાંથી મુક્ત કરી. કોઈ પણ જાતનો છોછ રાખ્યા વિના કે ભીરુતા દાખવ્યા વિના લખાયેલી આ લઘુનવલ સ્ત્રી અને પુરૂષના અંગત સંબંધો, કિશોર વયના સંવેદનો અને લગ્નની સંસ્થા – કે પછી રૂઢિ? – અંગે એક વિદ્વત્તાસભર વિશ્લેષણ, સાવ સાદી અને સહજ શૈલીમાં પ્રસ્તુત કરે છે. ભારતીય સમાજમાં તેનાં મૂળ છે પણ તે સિવાય પાત્રોના મનોમંથનમાં પ્રસ્તુત સંવેદનો સમયની મર્યાદાને સહજતાથી અને સફળતાથી પાર કરે છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service