You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Historical, Mythological & Spiritual Novels > Rayrekha (Vijaynagar Granthavali - 3)
Author : Gunvantray Acharya
લેખક : ગુણવંતરાય આચાર્ય
261.00
290.00 10% off
દક્ષિણ ભારતના મહાન વિજયનગર સામ્રાજ્યનો એક અલાયદો ભવ્ય ઇતિહાસ છે. 13મી સદી સુધીમાં લગભગ સમગ્ર ઉત્તર ભારતમાં મુઘલોનું શાસન પ્રસરી ગયું હતું. અલાઉદ્દીન ખિલજીના સમયમાં એણે દક્ષિણ ભારતમાં પણ મોટા પાયે પગપેસારો કરવાનો પ્રયત્ન કર્યો હતો. તે જ સમયે પ્રાચીન ભારતના સંસ્કાર, વિદ્યા, શૌર્યના વારસાનો સમન્વય સાધીને વિજયનગર સામ્રાજ્યની રચના કરવામાં આવી. રાય હરિહર, રાય બુક્કારાય, કૃષ્ણજી નાયક જેવા નરવીરો એનાં શૌર્યપ્રતીકો હતા. માત્ર અઢીસો વર્ષના ગાળામાં મહાન મૌર્ય અને ગુપ્ત સામ્રાજ્યો જેવી સિદ્ધિઓ વિજયનગર સામ્રાજ્યએ પ્રાપ્ત કરી. આ મહાન સમૃદ્ધિ અને વારસાનો નાશ કરવા માટે પાંચ-પાંચ મુસ્લિમ રાજ્યોએ ભેગાં થવું પડ્યું હતું!
ગુણવંતરાય આચાર્યએ અંગ્રેજી, મરાઠી, સંસ્કૃત અને દક્ષિણ ભારતના ગ્રંથોમાંથી ઐતિહાસિક વિગતો મેળવી, ઊંડું સંશોધન કરીને વિજયનગર ગ્રંથાવલિની સાત નવલકથાઓ લખી છે. પ્રાચીન ગૌરવ અને શહાદતને રેખાંકિત કરતી આ અદ્દભુત ઐતિહાસિક નવલકથાઓ અત્યંત વેગવાન છે અને એમાં રસપ્રદ નાટ્યાત્મક પ્રસંગોનું આલેખન છે. આ શ્રેણીમાંનું આ ત્રીજું પુસ્તક છે.
****
નોંધ : આ ગ્રંથાવલિની સાતેય નવલકથાઓ એકબીજા સાથે અનુસંધાન ધરાવે છે, જેને વાંચવાનો ક્રમ નીચે મુજબ છે:
~ રાય હરિહર (વિજયનગર ગ્રંથાવલી - 1), કૃષ્ણાજીનાયક (વિજયનગર ગ્રંથાવલી - 2), રાયરેખા (વિજયનગર ગ્રંથાવલી - 3), રાય બુક્કારાય (વિજયનગર ગ્રંથાવલી - 4), મહાઅમાત્ય માધવ : મદુરાવિજય (વિજયનગર ગ્રંથાવલી - 5), મહાઅમાત્ય માધવ : સંકલ્પવિજય (વિજયનગર ગ્રંથાવલી - 6), મહાઅમાત્ય માધવ : બહામની સુરત્રાણ (વિજયનગર ગ્રંથાવલી - 7)
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service