You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Thrillers & Mysteries > Resham Dankh Vol. 1-2 set
Author : Mahesh Yagnik
લેખક : મહેશ યાજ્ઞિક
778.00
865.00 10% off
હેમરાજ બાપાના ત્રણ સંતાન. મોટો જ્યોતિન તડ ને ફડ બોલનારો બાટલી માસ્ટર. નાનો પલ્લવ એટલે રંગીન લહેરીલાલા. કરોડોનો કારોબાર સંભાળનાર વચેટ દીકરો - એ આ નવલકથાનો નાયક - આદિત્ય હેમરાજ.
આદિત્યને લગ્નજીવનના એક દાયકા પછી જન્મેલો પુત્ર દેવ એટલે આદિત્યના જીગરનો ટુકડો. દેવની એક વાત પર આદિત્ય પોતાનો રેશમનો કારોબાર સંકેલી લે છે અને પરિણામે અનેક દુશ્મનો ઊભા થાય છે. એમાંથી કોઈક ભાન ભૂલે છે અને છ વર્ષના માસૂમ દેવની હત્યા થાય છે. ત્યારબાદ આદિત્યના જીવનનો એક જ ધ્યેય છે - વેરની વસૂલાત. આદિત્ય ઠંડે કલેજે દેવના હત્યારાની શોધ આરંભે છે અને લાગણીના તાણાવાણા વચ્ચે ખોફનાક વેરની કથા આકાર લે છે.
નાટયલેખક આતિશ કાપડિયાના કથાબીજ પરથી આ નવલકથા લખવામાં સમર્થ સર્જક મહેશ યાજ્ઞિકની કલમે કમાલ કરી છે. અવનવી ઘટનાઓ વચ્ચે કથાપ્રવાહ વેગવાન રીતે આગળ વધે છે, જે વાચકને સતત જકડી રાખે છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service