You are here: Home > Inspirational, Self Help & Reflective > Business, Success & Self Help > Sanyasini Jem Vicharo ~ Think Like A Monk
Author : Jay Shetty
લેખક : જય શેટ્ટી
449.00
499.00 10% off
વિશ્વભરમાં બેસ્ટ-સેલર થયેલું અને વિવિધ ક્ષેત્રની અતિસફળ હસ્તીઓએ બે મોઢે જેની પ્રસંશા કરી છે તે પુસ્તક ‘Think Like A Monk’નો ગુજરાતી અનુવાદ. આપણાં મનને જીવનના ઉદ્દેશ અને મનની શાંતિ માટે રોજેરોજ કેળવવાની ચાવીઓ આ પુસ્તકમાં છે. વિશેષ પરિચય માટે ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઈમેજ; ક્લિક કરશો.
દરેક વ્યક્તિ પોતાના જીવનનો ઉદ્દેશ શોધવા મથતો હોય છે. પોતાના જીવનમાં રહેલી નકારાત્મકતા દૂર કરવા ઇચ્છતો હોય છે. પોતાનામાં રહેલા છુપા ડરને દૂર કરવા મથતો હોય છે. જીવનમાં સુખ પ્રાપ્ત કરવાની શોધમાં જીવનનો ખરો આનંદ ગુમાવતો જાય છે. – આ તમામ જીવનવિઘ્નો સામે તમારું ધ્યાન આત્મકેન્દ્રિત કરી આત્મ-ગૌરવને કેવી રીતે મેળવાય તે આ પુસ્તકમાં વાંચવા મળશે. જીવનમાં દયાવાન બનવાની, સામાજીક વિચારોના સંમોહનથી મુક્ત થવા માટેની, તમારી બુદ્ધિમતાને પ્રાસંગિક અને સર્વસુલભ બનાવવાની તમામ સમજણ આ પુસ્તકમાં જય શેટ્ટી વ્યવહારિક અભિગમથી આપે છે. મહાન લોકો સર્વોચ્ચ સ્થાન પર રહી જીવન વિશે શું અને કેવીરીતે વિચારે છે. તે સરળ શૈલીમાં સમજાવવામાં આવ્યું છે. જય શેટ્ટી પોતે સંન્યાસીમાંથી સંસારી બન્યા તે સમયગાળાની જીવનયાત્રાના મૂલ્યવાન અનુભવો તેમણે રજૂ કર્યા છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service