You are here:  Home  >   Fiction : Novels & Short Stories   >   Novels   >   Historical, Mythological & Spiritual Novels   >   Satyabhama

  • Satyabhama

    Click image to zoom

Satyabhama

Author : Raam Mori

સત્યભામા

લેખક : રામ મોરી

 300.00    
 349.00   14%

  Add to Cart

About this Book: Satyabhama (સત્યભામા )


કૃષ્ણની સોળ હજાર એકસો અને સાત રાણીઓ એવું માનતી કે, “અમે સૌભાગ્યશાળી છીએ કે અમને કૃષ્ણ મળ્યા.” પરંતુ.... એક હતી પટરાણી સત્યભામા ! જે એવું સ્પષ્ટપણે માનતી કે, “કૃષ્ણ સૌભાગ્યશાળી કે હું મળી !”

આ કથા સત્યભામાની છે. જે સ્વયંને કૃષ્ણની સૌથી પ્રિય પત્ની તરીકે ઓળખાવે છે. જગતનાં ચોકમાં ઊભી રહી, આંખમાં આંખ પરોવી દૃઢ વિશ્વાસ સાથે કહી રહી છે કે, ભલે હું રાધાની જેમ રાસ નથી રમી…. ભલે રુક્મિણીની જેમ મારું વરણ નથી થયું…. ભલે દ્રૌપદીની જેમ મને ‘કૃષ્ણા’ સંબોધન નથી મળ્યું…. ભલે જાંબવતીની વનસંસ્કૃતિનો સ્વીકાર થયો એવું મને માન નથી મળ્યું... તો પણ, કૃષ્ણ સૌથી વધારે પ્રેમ મને કરે છે અને મને જ કરે છે !

આ કથા સત્યભામાનાં કૃષ્ણની છે. આ કથામાં દ્વારકા છે, ગોકુળ છે, બરસાના છે, મથુરા છે, પાંચાલ છે તો વિદર્ભ પણ છે. આ સ્થળો સરનામા નહીં, પડાવ છે. કૃષ્ણને પામવાની સત્યભામાની અહીં પોતીકી યાત્રા છે. અહીં કથાનાં પાને પાને સત્યભામા કૃષ્ણને કહી રહી છે કે, “જો પ્રેમ વહેંચીને મહાન થવાતું તો બળ્યું, મારે મહાન નથી થવું. થોડું જાતને સંકોરતા શીખો કૃષ્ણ, બધા માટે ઉપલબ્ધ હોવું એમાં આપણું માન નહીં ! કૃષ્ણ, તમે દરિયાનું તળિયું તો માપી લીધું અને દ્વારકા ઉભી કરી દીધી પણ નારીનાં મનનું તળિયું તો તમે માપી નથી શક્યા !”

યુગ બદલાણો પણ સત્યભામા નથી બદલાણી. એ ક્યાંય નથી ગઈ, અહીં જ ઊભી છે આજેય. મારામાં, તમારામાં અને આપણા સૌમાં ધબકે છે શાશ્વત !



Details


Title:Satyabhama

Author: Raam Mori

Publication Year: 2025

ISBN:9789361976889

Pages:296

Binding:Paperback

Language:Gujarati

Sub Category: Novels


Icon

Free Shipping

In Gujarat on orders over 299/-

Icon

Express Courier Service

You may also like

Ek Fulgulabi Vaat

Ek Fulgulabi Vaat

Dhirubahen Patel     300.00
BuyDetails

Ek Fulgulabi Vaat

270.00    300.00
Secret Garden

Secret Garden

Frances Hodgson Burnett     370.00
BuyDetails

Secret Garden

333.00    370.00
The Eye of Osiris

The Eye of Osiris

R Austin Freeman     425.00
BuyDetails

The Eye of Osiris

382.00    425.00
The Crystal Stopper

The Crystal Stopper

Maurice Lebblanc     350.00
BuyDetails

The Crystal Stopper

315.00    350.00