You are here: Home > Inspirational, Self Help & Reflective > Business, Success & Self Help > Secrets of the Millionaire Mind ~ Gujarati
Author : T Harv Eker
લેખક : ટી. હાર્વ એકર
269.00
299.00 10% off
ન્યુયોર્ક ટાઈમ્સ, વોલસ્ટ્રીટ જર્નલ અને યુ.એસ.એ. ટુડેનું નં. 1 બેસ્ટસેલર રહી ચૂકેલું પુસ્તક.
કેટલાક લોકો બહુ ઝડપથી અને આસાનીથી અમીર બની જાય છે અને બાકીના લોકો જીવનનો મોટો સમય આર્થિક અગવડો સામે ઝઝૂમતા રહે છે. આ એક સનાતન સત્ય છે. આવું કેમ બને છે એનો જવાબ આ પુસ્તકમાં છે.
આપણા સહુના અચેતન મનમાં ધન અંગેની એક બ્લૂપ્રિન્ટ હોય છે અને આપણા નાણાકીય જીવન પર સૌથી વધુ પ્રભાવ એનો જ હોય છે. આપણે માર્કેટિંગ, સેલ્સ, શેરબજાર, રિયલ એસ્ટેટ અને નાણાકીય બાબતોના જાણકાર હોઈએ પણ, જો અચેતન મનમાં રહેલી આપણી ધનની બ્લૂપ્રિન્ટ સફળતાના ઉચ્ચ સ્તર માટે ન બનેલી હોય તો ક્યારેય વધુ નાણા નહિ આવે અને કોઈક રીતે આવશે તો ટકશે નહિ. આ ધનની બ્લૂપ્રિન્ટ કઈ રીતે કામ કરે છે, કઈ રીતે તેને ઓળખી શકાય, જરૂર પડે તે મુજબ તેને બદલી શકાય અને તે સાથે તકદીરને પણ બદલી શકાય એ પુસ્તકમાં સમજાવવામાં આવ્યું છે. પુસ્તકમાં દોલતની સત્તર જેટલી ફાઈલો સાથે પરિચય કરાવવામાં આવ્યો છે જે સમજાવે છે કે અમીર લોકો મધ્યમવર્ગીય લોકો કરતાં કઈ રીતે જુદું વિચારે છે. દરેક ફાઈલમાં કાર્ય કરવાના પગલાંઓ સામેલ કરવામાં આવ્યા છે, જેને અનુસરીને આવક આશ્ચર્યજનક રીતે વધારી શકાય છે.
પુસ્તકના વિશેષ પરિચય માટે ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઈમેજ’ ક્લિક કરશો.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service